Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન પછી આરામ અંગે વીમાની રકમ મેળવવાની ફરિયાદમાં વળતર આપવા આદેશ

નગરના આસામીએ વીમા કંપની સામે કર્યાે હતો કેસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ ઓ૫રેશન કરાવવું પડ્યું હતું અને તબીબે છ અઠવાડિયાનો આરામ કરવા સૂચના આપી હતી તેથી આ આસામીએ પોતાનો મેડિક્લેઈમ લેનાર વીમા કંપની પાસેથી વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં ધા નાખી હતી. ફોરમે બાકી રહેતી વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરના બિમલભાઈ અભેચંદ મહેતા નામના આસામીએ એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી હેલ્થ ઈન્સ્યુરન્સ મેળવ્યા પછી તેઓને અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન કરાવવું પડ્યું હતું. જેનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવ્યો હતો પરંતુ છ અઠવાડીયા સુધી બિમલભાઈને આરામ કરવાની તબીબ દ્વારા સલાહ આપવામાં આવી હતી તેથી તેઓએ રૂ।.૬ લાખનો ક્લેઈમ કર્યાે હતો. તે ક્લેઈમ સામે વીમા કંપનીએ રૂ।.૪ લાખ ચૂકવ્યા હતા. તેથી ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે સેવાકીય ખામી અંગે કેસ કરાયો હતો. તે કેસ ચાલી જતાં ફોરમે રૂ।.ર લાખ નવ ટકા સાથે અને ફરિયાદ ખર્ચના રૂ।.પ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ગ્રાહક તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh