Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલથી ધો. ૧૦/૧ર ની પરીક્ષાનો પ્રારંભ

જિલ્લા શક્ષણાધિકારી કચેરી દ્વારા તૈયારીઓ પૂર્ણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આ માટે શિક્ષણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાઓનો તા. ર૬ થી પ્રારંભ થઈ રહ્યો છે.

જામનગરની વ્યવસ્થા જોઈએ તો ધો. ૧૦ માટે ૯ સેનટર, પ૯-બિલ્ડીંગ, પ૭પ બ્લોકમાં ૧૭,૩૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માટે બે સેન્ટર, ૧૦ બિલ્ડિંગ અને ૯પ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે, અને ૧૯૦પ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યો ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) માટે પાંચ સેન્ટર ૩૧-બિલ્ડિંગ, ૩૦૧ બ્લોકમાં ૯૧૬૯ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સંસ્કૃત પ્રથમાના ૪૬ અને મધ્યમાં માટે ૭પ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ તમામ પરીક્ષા કેન્દ્રોમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh