Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે પૂર્ણ થઈ રહી છે રિમાન્ડની મુદ્દતઃ
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકાના એક નગરસેવક પર થોડા મહિના પહેલાં થયેલા જીવલેણ હુમલા અંગેના કેસમાં આ કોર્પોરેટરના મતવિસ્તારના જ બીજા કોર્પોરેટર સામે અને અન્ય હુમલાખોરો સામે પોલીસમાં ફરિયાદ થઈ હતી. ગુન્હો નોંધાયા પછી નાસી ગયેલા કોર્પોરેટરને પોલીસે પકડી પાડી એક દિવસના રિમાન્ડ પર લીધો છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને નગરસેવક અસલમ ખીલજી પર થોડા મહિના પહેલાં લાલબંગલા વિસ્તારથી ટાઉનહોલ રોડ પર મોટરમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યાે હતો. આ શખ્સોએ અસલમ ખીલજીના વિસ્તારના જ બીજા નગરસેવક અલ્તાફ ખફીના ઈશારે હુમલો કર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ત્યારપછી આરોપી અલ્તાફ ખફીની શોધખોળ કરાઈ રહી હતી. તે દરમિયાન ઉપરોક્ત ફરાર આરોપી ગુલાબનગર પાસે આવ્યો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પોલીસ ટીમ દોડી ગઈ હતી.
ત્યાંથી આરોપી અલ્તાફ ખફીની અટકાયત કરી લેવાઈ હતી. આ આરોપીને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં ગઈકાલે રજૂ કરવામાં આવતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial