Advertisement
Author: નોબત સમાચાર

તળાવની પાળે લાયબ્રેરી પાસે જાહેર માર્ગ પર થાંભલીઓને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા

થાંભલીઓને કારણે ભુજીયા કોઠા પાસેની ગોળાઈ બની અકસ્માતજનકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭:   જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તે થાંભલીઓ મૂકવામાં આવી છે. ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીની દીવાલથી રણમલ તળાવ સંકુલ ગેઇટ નં. ૮ વચ્ચેનો આ રસ્તો ૫૦-૬૦ ફૂટ પહોળો છે પરંતુ તેમાં એક ખુલી ઝાપલી મૂકી બાકીનાં ૪૦ ફૂટ જેવા રસ્તામાં થાંભલીઓ મૂકવામાં આવી છે જેને પગલે આ રસ્તામાં પ્રવેશવામાં અને બહાર નીકળવામાં વાહનચાલકોને હાલાકી પડે છે. આ થાંભલીઓનો શું ઉદેશ્ય છે એ જ સમજી શકાય એવું નથી. પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર તથા પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને આ થાંભલીઓને કારણે હાલાકી થાય છે. જો થાંભલીઓ દૂર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઇ શકે એમ છે અને દર્શનાર્થીઓને મોટી રાહત મળી શકે એમ છે. આ ઉપરાંત આ થાંભલીઓને કારણે ખંભાળીયા ગેઇટ તરફનાં ઢાળીયાની ભુજીયા કોઠાનાં પ્રવેશદ્વાર પાસે પેટ્રોલ પંપ નજીકની ગોળાઈ ખૂબજ ટૂંકી અને અકસ્માતજનક થઇ ગઇ છે. આ થાંભલીઓ દૂર કરવામાં આવે તો ત્યાં પૂરતી ગોળાઇ મળી શકે અને અકસ્માતો નિવારી શકાય. હવે જ્યારે ટૂંક સમયમાં ભુજીયા કોઠાનું લોકાર્પણ થવાનું છે ત્યારે ત્યાં પર્યટકોની ભીડ પણ ઉમટશે જેને પગલે અહીં રસ્તો પહોળો કરવાની જરૂરિયાત ઉદભવશે ત્યારે આ થાંભલીઓ દૂર કરવાથી વાહનચાલકોને પૂરતી ગોળાઈ મળવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઇ શકે એમ છે. આ મુદ્દે યોગ્ય પગલા લેવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh