Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની સૌથી વિરાટ હોળી નિહાળવા મહાનુભાવો-મેદની ઉમટયાઃ
'છોટીકાશી' જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા સતત ૭૦ માં વર્ષે વિરાટકાય હોળીનું આયોજન કરવામાં આવ્યુ હતું. રિલાયન્સનાં ધનરાજભાઈ નથવાણી દ્વારા પ્રાયોજીત હોળી ઉત્સવમાં ૨૫ ફૂટની હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આ તકે ભોઈ સમાજનાં યુવાનો દ્વારા શૌર્યનાં પ્રદર્શન રૂ:પે કેટલાક કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતાં. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતનાં સત્તાધીશો હોળી ઉત્સવમાં અતિથિ થયા હતાં તથા સાંસદ દ્વારા આરતી વગેરે પણ ધાર્મિક ક્રિયા પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદે એકજૂટતા અને અધર્મ પર ધર્મનાં વિજયનો સંદેશ ચરિતાર્થ થયો હોવાની વાત કહી હોળી પર્વનાં મહાત્મયને ઉજાગર કર્યુ હતું. આ તકે સત્તાધીશોએ આયોજકોનાં પરીશ્રમને પણ બિરદાવ્યો હતો. રાજ્યની સૌથી વિરાટ હોળી નિહાળવા માટે હજારોની મેદની ઉમટી પડી હતી. આ ઉપરાંત પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં - શેરી ગલીઓમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરમાં સૈંકડો હોળીનું દહન થયું હતું. લોકોએ પોતપોતાનાં વિસ્તારમાં હોળીનું પૂજન કરી રાત્રે સ્વજનો - મિત્રો સાથે જાગરણની લોક પરંપરા પણ નિભાવી હતી અને આનંદપૂર્વક હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial