Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળમાં સોમવારે ઉજવાશે શ્રી મહાપ્રભુજીની પ૪૯ મી જયંતીઃ શોભાયાત્રા અને મહાપ્રસાદ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ૧૧: શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી) ના પ૪૯ માં પ્રાગટ્ય ઉત્સવની આગામી સોમવારે ધ્રોળમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ-ધ્રોળ દ્વારા આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૩-૪-ર૦ર૬, સોમવાર (ચૈત્ર વદ-૧૧) ના યોજાનારા આ ઉત્સવ અંતૃગત બપોરે ૩-૩૦ કલાકે હવેલી દર્શન યોજાશે. ત્યારપછી સાંજે પ કલાકે 'શ્રી ચંદ્રસિંહજી વલ્લભ સદન', કોઠાવારી શેરીથી ભવ્ય વરર્ણાંગી (શોભાયાત્રા) નીકળશે. ઉત્સવના સમાપન પછી સાંજે ૭-૩૦ કલાકે જોડિયા રોડ પર આવેલી વૃજમોહન વાડી (નવી લોહાણા વાડી) માં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉત્સવના માનમાં ધ્રોળના સમસ્ત વૈષ્ણવ સમાજને સોમવારે બપોર પછી પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઉત્સવમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, અને આ દિવસે વૈષ્ણવોમાં 'ટિફિન પ્રથા' બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં દરેક વૈષ્ણવોને આ પ્રસંગે કેશરી ઉપરણા ઓઢીને ઉપસ્થિત રહેવા ખાસ અનુરોધ કરાયો છે.

આ ઉત્સવના મુખ્ય મનોરથી તરીકે ગો.વા. રસિકલાલ નરભેરામભાઈ રાજપરાના કેતનભાઈ હરજીભાઈ આડેસરા, ગો.વા. હરિભાઈ પ્રાગજીભાઈ પરમાર, ગો.વા. અરવિંદકુમાર ધીરજલાલ અનડકટ, ગો.વા. મંજુલાબેન લલિતચંદ્ર નેગાંધી, ગો.વા. દિપકભાઈ લલિતચંદ્ર નેગાંધી તથા ગો.વા. નરભેરામભાઈ બેચરભાઈ આડેસરા પરિવાર સેવા આપી રહ્યા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ-ધ્રોળ દ્વારા આ અલભ્ય પ્રસંગે તમામ વૈષ્ણવ ભાઈ-બહેનોને સહપરિવાર પધારવા અનુરો કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh