Advertisement
Author: નોબત સમાચાર

મોટી વેરાવળ આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યા નેશનલ લેવલ સર્ટિફિકેટ્સઃ ગૌરવ

લાલપુર તાલુકાની આરોગ્ય ટીમની ઉપલબ્ધિઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૨૬: લાલપુર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી વેરાવળને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા માટે નેશનલ લેવલ સર્ટિફિકેટ મળ્યા છે, જેમાં મોટી વેરાવળને ૮૮ ટકા ગુણ પ્રાપ્ત થયા છે.

આ સફળતા પાછળ આયુષ્માન આરોગ્ય મંદિર મોટી વેરાવળની ટીમની અવરિત મહેનત, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, પીએચસી કક્ષાની સપોર્ટ ટીમનો મજબૂત સહકાર તથા યોગદાન છે.

જિલ્લાના આરોગ્ય વડા ડો. પંકજ સિંઘ, ડો. આર.બી. ગુપ્તા (ડીક્યુએએમઓ) અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ મોટી વેરાવળ ટીમએ શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ તકે પીએચસી સ્ટાફ ડો. હુસેન સાકરીયા (એમ.ઓ.), (એમપીએચ એસ) મયુરભાઈ જોગલ (એમપીએચડબલ્યુ) મોહીતભાઈ ખરાએ ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે, ક્રિષ્નાબેન બરાઈ, (સીએચઓ), સંજયભાઈ પી. નંદા, (એમપીએચડબલ્યુ), ભાવિશાબેન ચાવડા (એફએચડબલ્યુ), જોષનાબેન ખાખરીયા, (એએસએચએ), બિંદુબેન કાપડીયા (એએસએચએ), સહિતની ટીમે શ્રેષ્ઠ કામગીરી કરી છે.

તદુપરાંત મોટી વેરાવળ પ્રાથમિક શાળાનો સ્ટાફ, સરપંચ, તલાટી, આંગણવાડી સ્ટાફનો પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર આરોગ્ય વિભાગ જિલ્લા અને તાલુકા સ્તરે તમામ અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓના શ્રેષ્ઠ યોગદાનને બિરદાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh