Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશોત્સવ ઉજવાયા પછી હવે શ્રાદ્ધના દિવસો આવશે. આપણી સંસ્કૃતિના ઘણાં રીતિ-રિવાજો પરોક્ષ રીતે વૈજ્ઞાનિક ઉદૃેશ્યો સાથે સંકળાયેલા હોય તેવું લાગે. શ્રાવણી અમાસના દિવસે વૃક્ષોને પાણી પીવડાવવાનો રિવાજ જેવી રીતે વૃક્ષો પ્રત્યે પૂજ્યભાવ તથા વૃક્ષોના મહત્ત્વ સાથે વૃક્ષારોપણ અને વૃક્ષ-ઉછેરનો સંદેશ આપે છે, તેવી જ રીતે શ્રાદ્ધ નાખવું એ પંખીપ્રેમ તથા પર્યાવરણીય સમતુલાનો ગુઢાર્થ પણ દર્શાવે જ છે ને ?
દર વર્ષે ૩૦ ઓગષ્ટે આપણાં દેશમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવાય છે. દેશના આર્થિક વિકાસમાં લઘુ ઉદ્યોગોના યોગદાનને સાંકળતી આ ઉજવણી બહુહેતુક છે. નાના ઉદ્યોગો તથા વ્યવસાયોને પ્રોત્સાહિત કરીને આર્થિક ઉન્નતિ સાથે સાથે રોજગારીની તકો વધારવાનો ઉદૃેશ્ય તથા દેશના વિકાસમાં ઉદ્યોગ-સાહસિકોના યોગદાનને આ ઉજવણી ઉજાગર કરે છે. દેશમાં હસ્તકલાના સંવર્ધન અને સંરક્ષણમાં લઘુ ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાથી તદ્વિષયક એકઝીબિશનો, સેમિનારો, વેબિનારો, વ્યાખ્યાનો, પ્રદર્શનો, પ્રેઝન્ટેશનો તથા પ્રવૃત્તિઓ તથા સોશ્યલ મીડિયા, પ્રેસ-મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા તથા ટ્રેડિશ્નલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર, પ્રસાર અને પબ્લિક એવરનેશના કાર્યક્રમો યોજાય છે.
હકીકતે ૩૦મી ઓગષ્ટ-૨૦૦૦ ના દિવસે તે સમયના વડાપ્રધાન અટલબિહારીએ લઘુ ઉદ્યોગક્ષેત્રના પ્રોત્સાહન અને વિકાસ માટે એક વ્યાપક નીતિ અને પેકેજ લોન્ચ કર્યા હતા. તે પછીથી દર વર્ષે ૩૦મી ઓગષ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવાતો રહ્યો છે.
વર્ષ-૨૦૦૧માં પહેલી વખત ૩૦મી ઓગષ્ટે લઘુ ઉદ્યોગ સંમેલન યોજાયું અને તદ્વિષયક રાષ્ટ્રીય પુરસ્કારો પણ એનાયત કરાયા. આ માટે રાષ્ટ્રીય કક્ષાએ સમારોહ પણ યોજાયો હતો. આ સાથે જ પ્રતિવર્ષ ૩૦મી ઓગષ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ હતી.
તે પછી ૨૦૦૭માં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ડિપાર્ટમેન્ટમાં તદ્વિષયક જુદા જુદા વિભાગોનું એકીકરણ કરીને લઘુઉદ્યોગોને વિશેષ પ્રોત્સાહન અપાયુ, એટલુંજ નહીં સુક્ષ્મ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તથા મધ્યમકક્ષાના ઉદ્યોગો તથા વ્યવસાયોને એક નવી દિશા પણ મળી. એ પછી તબક્કાવાર એમએસએમઈના વિસ્તૃતિકરણ તથા ઝડપી વિકાસ માટે કેટલીક વધુ સરકારી યોજનાઓ બની અને તેમાં પણ સુધારા-વધારા થતા રહ્યા. આજે જામનગર સહિત રાજ્ય અને દેશના ઘણાં શહેરોમાં એમએસએમઈ ધમધમી રહ્યા છે, અને દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
એમએસએમઈનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધે અને સાર્વત્રિક રોજગારીની તકો વધે તે માટે પ્રયાસો થતા રહ્યા અને સમગ્ર પરિવર્તનો છતાં દરેક રાજ્ય-કેન્દ્ર સરકારોનો એમએસએમઈ પ્રત્યેનો અભિગમ લગભગ યથાવત અને પ્રોત્સાહક રહ્યો, પરંતુ તેમાં વખતોવખત કેટલાક અપવાદો પણ રહ્યા અને પડકારોનો સામનો પણ કરવો પડ્યો.
હવે ટ્રમ્પ ટેરિફનો ટેરર ફેલાયો હોવાથી એક વખત ફરીથી એમએસએમઈના હિતો પર જોખમ ઊભું થયું છે અને આપણાં દેશના ડેરી ઉદ્યોગ, પશુપાલન, કૃષિક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રને ખુલ્લુ મૂકી દેવાનું દબાણ વધી રહ્યું છે, અને તે કારણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા વ્યવસાયો પર અદૃશ્ય ખતરો મંડરાવા લાગ્યો છે.
ટ્રમ્પ ટેરિફના ટેરર સામે આમ તો આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે અને વિચિત્ર વાતો અને જાહેરાતો કરતા રહેતા તથા બોલીને વારંવાર ફરી જતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્ય સામે પણ આશંકાઓ ઊઠી રહ્યા છે, પરંતુ ટ્રમ્પ પ્રશાસનના જ કેટલાક નેતાઓ તથા બ્યુરોક્રેટ્સ એવા સંકેતો પણ આપી રહ્યા છે કે ધીમે-ધીમે ભારત-અમેરિકા વચ્ચેની ખટાશ ઓછી થતી જશે અને વિશ્વની સૌથી જુની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા અમેરિકા અને ભારત વચ્ચે ફરીથી બધું સમુસુતરૂ થઈ જશે. જો કે, ભારત-અમેરિકા વચ્ચેના વણસેલા સંબંધોના કારણે ચીન સાથેની ભારતની નીકટતા વધી રહી છે, તે પણ હકીકત છે, ઘણાં લોકો એવું માને છે કે ધૂની સ્વભાવ ધરાવતા ટ્રમ્પ કે દગાબાજીનું ડીએનએ ધરાવતા ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પૈકી કોઈનોય ભરોસો કરવા જેવો નથી !
મોદી સરકાર માટે આ અગ્નિપરીક્ષા છે, ઘણાં વિશ્લેષકો મોદી સરકારની વિદેશનીતિ થાપ ખાઈ ગઈ હોવાનો અભિપ્રાય પણ વ્યકત કરી રહ્યા છેે. ઘણાં લોકો મોદી સરકારની મક્કમતાને વખાણી રહ્યા છે, તો ઘણાં લોકો આને હિસ્ટોરિકલ બ્લન્ડર અથવા ઐતિહાસિક ભૂલ (મૂર્ખામી) પણ ગણાવી રહ્યા છે, જો કે, ભારતની ગરિમા અને સાર્વભોમત્વને દબાવવાના પ્રયાસો સામે નમતું નહીં જોખવામાં દેશ સરકારની પડખે અડીખમ ઊભો હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.
તાજેતરમાં મોદી સરકારે ટ્રમ્પના ૫૦%ના ટેરિફ સામે ઝુકીને અમેરિકા માટે ભારતના ડેરી ઉદ્યોગ અને એમએસએમ ઈ સહિતના સેક્ટર્સ તથા ખેતીક્ષેત્રને ખુલ્લા મુકવાનો મક્કમતાથી ઈન્કાર કર્યા પછી સવાલ એ પણ ઉઠ્યો છે કે અમેરિકામાં જે ચીજવસ્તુઓની નિકાસ બંધ થશે કે ઘટી જશે, તેની ભરપાઈ કેવી રીતે થશે ?
કેટલીક ચીજવસ્તુઓ રશિયા ખરીદી લેશે, તેવી વાત પણ સામે આવી રહી હતી, પરંતુ સરકારો તો નીતિ નક્કી કરે, પરંતુ વ્યાપાર તો ખાનગી ક્ષેત્રો જ મોટા ભાગે કરતા હોવાથી વ્યાપક ચર્ચા પછી બ્રિટન, જાપાન, દ.કોરિયા સહિતના દેશોની ૪૦ જેટલી મેગા માર્કેટોમાં પ્રવેશવાની તૈયારીઓ અંગે સરકારના વાસ્તવિક પ્રયાસો પર સૌ કોઈની નજર મંડાયેલી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial