Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ-જોડિયા રોડ પર સરકારી જમીન પર ખડકાયા દબાણોઃ તંત્ર લાલઆંખ કરશે?

લોકોએ ચીફ ઓફિસર, મામલતદાર અને પ્રાંતને કરી રજૂઆત

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ૭: ધ્રોળ શહેરના જોડિયા રોડ પર સતવારા સમાજની વાડી સામે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાયાનું બહાર આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક વાંધો ઊઠાવી લોકોએ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ જમીન ધ્રોળના સિટી સર્વે નંબર ૧પ હેઠળની હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતને લઈને ધ્રોળના સ્થાનિક લોકોએ ચીફ ઓફિસર, ધ્રોળ મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ રજૂ કરી છે કે, સરકારી જમીન પર થયેલ આ બિનકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે. સાથે સાથે તેમણે અપીલ કરી છે કે, આ જગ્યાને જનહિતમાં ઉપયોગી બનાવવામાં આવે તેમજ તે જગ્યા પર બાળકોને રમવા માટે મેદાન અને સ્નાન ગૃહ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે સરકારી તંત્ર આ બાબતને લાલઆંખ કરશે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh