Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયતઃ મોટી સંખ્યામાં દાવેદારો
જામનગર તા. ૧: જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટે 'સેન્સ પ્રક્રિયા' શરૂ કરવામાં આવી છે. જે કાર્યકર્તાઓ, ઈચ્છુક ઉમેદવારો ઉપરોક્ત ચૂંટણી લડવા માગતા હોય, તેઓ આજે બુધવારે અને આવતીકાલે ગુરુવારે નિયત સ્થળ મુજબ પોતાની સેન્સ રજૂ કરી શકશે.
'સેન્સ પ્રક્રિયા' એ ભાજપની પારદર્શક અને સંગઠન આધારિત પરંપરા છે, જેમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ઈચ્છુક ઉમેદવારોની અભિપ્રાય અને રજૂઆતને મહત્ત્વ આપવામાં આવે છે. આ સેન્સ પ્રક્રિયા અટલ ભવન જિલ્લા ભાજપ કાર્યાલય, જામનગરમાં રાખવામાં આવી છે, જેમાં ગ્રુપ-૧ માં મંડલ જોડિયા તાલુકો, જિલ્લા પંચાયત સીટમાં જોડિયા-પીઠડ અને તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. ૧-૪-ર૦ર૬ ના સવારે ૧૦ થી ૧ર.
મંડલ ધ્રોળ તાલુકો, જિલ્લા પંચાયત સીટ ખારવા-લતીપર, તમામ તાલુકા પંચાયત સીટ તા. ૧-૪-ર૦ર૬ ના બપોરે ૧ થી ૩, સિક્કા નગરપાલિકા વોર્ડ તમામ નગરપાલિકા સીટ ૧ થી ૭ તા. ૧ ના બપોરે ૩ થી ૬ અને મંડલ જામનગર તાલુકો, આમરા, આલિયા, બેડ, ચેલા, ધુંવાવ, ધુતારપર, ખીમરાણા અને મોરકંડા, તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. ર-૪-ર૦ર૬ ના સવારે ૯ વાગ્યે સેન્સ લેવામાં આવશે.
જ્યારે ગ્રુપ 'બી'માં મંડળ કાલાવડ તાલુકો માટે જિલ્લા પંચાયત સીટ ખંઢેરા, ખરેડી, નવાગામ અને નિકાવા, તા. પં. તમામ સીટ માટે તા. ૧-૪-ર૦ર૬ ના સવારે ૧૦ થી ૧, મંડળ લાલપુર તાલુકો, જિ.પં. સીટમાં ભણગોર, લાલપુર પીપરટોડા, સીંગચ, તા. પંચાયત તમામ બેઠક માટે તા. ૧ ના બપોરે ર થી પ, મંડલ જામજોધપુર તાલુકો ગીંગણી, સતાપર, મોટી ગોપ, શેઠવડાળા, તમામ તાલુકા પંચાયત સીટ માટે તા. ર-૪-ર૦ર૬ ના સવારે ૯ વાગ્યે સેન્સ લેવામાં આવશે.
ગ્રુપ 'એ'માં પ્રદેશ નિરીક્ષક તરીકે નૈલેષભાઈ શાહ (પૂર્વ જિલ્લા પ્રમુખ ગાંધીનગર), શ્રીમતી વિણાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મહામંત્રી-મહિલા મોરચો) અને જનકભાઈ પટેલ નિરીક્ષક તરીકેે સેવા આપી રહ્યા છે.
જ્યારે ગ્રુપ 'બી'માં નિરીક્ષક તરીકે મધુબેન પટેલ (પૂર્વ પ્રદેશ પ્રમુખ મહિલા મોરચો), હિતેન્દ્રભાઈ પટેલ (પૂર્વ પ્રદેશ સહપ્રવક્તા) અને મહેન્દ્રભાઈ બાવલિયા (પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ-બક્ષીપંચ મોરચો) સેવા આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial