Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૮-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ૨૫% ટેરિફ લાદતાં આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પે અગાઉ ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી.
ટ્રમ્પ ટેરિફના નામે વૈશ્વિક બજારોને ડામાડોળ કરી રહ્યા હોવા સાથે ભારત પર રશીયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીના નામે વધુ ટેરિફની ધમકી આપ્યા સામે ભારત વળતી આક્રમક લડત આપતા છતાં ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ નેગેટીવ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકા અને રશીયાની મુલાકાત પર વિશ્વની નજર રહી હોઈ વૈશ્વિક બજારોમાં બે-તરફી સાંકડી વધઘટ જોવાઈ હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૭%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૦૮% ઘટીને અને નેસ્ડેક ૦.૩૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૭ અને વધનારની સંખ્યા ૧૬૩૯ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને યુટીલીટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની લિ., એનટીપીસી લિ., ટ્રેન્ટ લિ., બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, આઈટીસી લિ., ટેક મહિન્દ્રા અને લાર્સેન લિ. જેવા શેરો ૧.૦૦% થી ૦.૨૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ભારતી એરટેલ, બીઈએલ લિ., ઇતર્નલ લિ., ઇન્ફોસિસ લિ., એકસિસ બેન્ક, એચડીએફસી બેન્ક, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટ જેવા શેરો ૩.૦૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૧,૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૨,૧૯૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૧,૪૫૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૨૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૨,૦૯૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૪,૬૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૪,૯૪૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૪,૬૪૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૫૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૪,૮૪૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં કેટલીક સેક્ટરોમાં તેજી અને કેટલીકમાં દબાણ જોવા મળી શકે છે. મજબૂત માળખાકીય વૃદ્ધિ, સરકારની નીતિ આધાર અને સ્થિર માંગને કારણે આઈટી, એફએમસીજી, ફાર્માસ્યુટિકલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં સુધારાની સંભાવના છે. સાથે સાથે, આરબીઆઈના વ્યાજદર ઘટાડા અને સુધરતી આર્થિક પરિસ્થિતિથી બેંકિંગ, એનબીએફસી અને રિયલ એસ્ટેટ અને જેવા સેક્ટરોને પણ ટેકો મળશે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય વેપાર તણાવ અને અમેરિકાના ૫૦% ટેરિફને કારણે ટેક્સટાઈલ, જ્વેલરી, સમુદ્રી ફૂડ, ઓટો - કોમ્પોનેન્ટ્સ અને કેમિકલ્સ જેવા નિકાસ આધારિત સેક્ટરો પર દબાણ રહેવા ની શક્યતા છે.
બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. ભારતે યુકે, યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા, યુરોપ, ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે.
ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે. દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦% અને નેટ એનપીએ ૦.૫૦% થી ૦.૬૦% આસપાસ છે. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જોવા મળશે. જ્યાં સુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાં સુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળવાની શકયતા છે.