Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાદરવામાં ચાર દિવસીય મેળામાં લાખો લોકો ઉમટે છેઃ
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો મેળો ભાદરવા માસની ત્રીજ થી છઠ્ઠ સુધી ચાર દિવસનો યોજાય છે. પાંચમનો આ મેળો સૌરાષ્ટ્રમાં છેલ્લા મેળાઓમાંનો હોય, તથા આ મેળામાં ખંભાળીયા જ નહીં, પણ દ્વારકા જિલ્લાભરમાંથી તથા નજીકના પોરબંદર, રાજકોટ, જામનગરથી પણ લોકો મેળો માણવા ઉમટતા હોય છે, રાત્રિ મેળા તરીકે જાણીતો આ મેળો સવાર સુધી ચાલતો હોય, અનેક વખત આ મેળો "લૂંટમેળો" બનતો હોય, રાઈડોના ભાવ ફીક્સ હોય પણ જેવી ભીડ વધે એટલે વધુ ક્યાંક ડબલ, ચીજ-વસ્તુ-ખાણીપીણીના પણ મનફાવે તેવા ભાવો, પાર્કીંગ, અવ્યવસ્થા, અવરજવરને લીધે મેળામાં લોકો ફસાઈ જતા હોય, ઝઘડા થતા હોય, મેળાનું આયોજન કરનાર સામાન્ય ગ્રામપંચાયત રોજ લાખ-દોઢલાખ લોકોના આગમનની વ્યવસ્થા ન સંભાળી શકે તેમ હોય, રાજકોટ ગેમઝોનમાં જેમ ગંભીર અકસ્માત થયો તેવો અહીં ન થાય તે માટે જરૂરી કડક નિયમો સાથે સુપરવિઝન તથા રેવન્યુ અધિકારીના માર્ગદર્શનમાં આ મેળો યોજાય તેવી માંગણી કરાઈ છે.
ખાસ કરીને લોકમેળામાં પાર્કીંગ તથા અવરજવર અને ખાણી-પીણીના તથા રાઈડોના ભાવો કંટ્રોલમાં રહે તેવી માંગ ખાસ ઊઠી છે.
પોલીસ તથા રેવન્યુ તંત્ર દ્વારા સંકલન કરીને આ કામગીરી થાય તથા મેળામાં હેલ્પલાઈન નંબર, પોલીસ તથા નિયમ પાલન માટે ખાસ વ્યવસ્થા રાખવા પણ માંગ ઊઠી છે. લાખોના પ્લોટ લઈ તેનાથી ઘણાં મોટા કમાનારા ગ્રામપંચાયતનું માને તેમ ન હોય મેળાનું સમગ્ર સંચાલન રેવન્યુ અધિકારીની દેખરેખમાં થાય તેવી માંગ ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial