Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના નવાગામમાં શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા રામચરિતમાનસ કથા

શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના નવાગામમાં શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થી ભવ્ય ધાર્મિક આયોજનરૂપે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા રી રામચરિતમાનસ રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ તા. ૯-૪-ર૦ર૬ (ચૈત્ર વદ ૭) ના શુભ દિવસે પ્રારંભ પામ્યો છે અને તા. ૧૭-૪-ર૦ર૪ (ચૈત્ર વદ ૧પ) ના પુર્ણાહૂતિ સાથે સમાપ્ત થશે.

આ કથાનું સંગીતમય રસપાન રાજકોટની પૂ. દીદી શ્રી પૂનમબા (મા) દ્વારા કરાવવામાં આવી રહ્યું છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદનો અમૂલ્ય અનુભવ કરાવશે.

કથાના રોજિંદા કાર્યક્રમ મુજબ બપોરે ૩ વાગ્યાથી કથાનું આયોજન રાખવામાં આવેલ છે તેમજ દરરોજ સાંજે ૭-૩૦ વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન છે. આ કથાના અંતર્ગત વિવિધ પ્રસંગો જેમ કે શિવ વિવાહ, રામ જનમ, રામ વિવાહ, રામ વનવાસ, સેતુબંધ અને રામ રાજ્યાભિષેક જેવા પાવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે.

તા. ૯-૪-ર૦ર૬ ના બપોરે ૧ વાગ્યે ગંભીરસિંહ દિપસિંહ સોઢા પરિવારના નીવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ સંત-મહંતો તથા આગેવાનોની પધારમણી રહેશે, જેમં મહંત શ્રી અમરગીરીબાપુ, કલ્યાણનાથ બાપુચ શિવનાથ બાપુ સહિત અનેક પૂ. સંતો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

આ આયોજન બાપા સીતારામ યુવા મંડળ, નવાગામ-જામનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ શ્રીમતી મીનાબા રણજીતસિંહ ઝાલા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh