Advertisement
Author: નોબત સમાચાર

પડાણા પંથીના રાઠોડ પરિવાર દ્વારા જામનગરમાં કાલે હોમાત્મક મહાયજ્ઞ

મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી જ્ઞાતિના પડાણા પંથીના રાઠોડ પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો ચૈત્રી નવરાત્રિ નવચંડી હોમાત્મક મહાયજ્ઞ તા. ૨૦-૦૩-૨૬ના શુક્રવારે પવનચક્કી પાસેના વેજુમા હોલમાં યોજવામાં આવેલ છે. યજ્ઞની પૂર્વ સંધ્યાએ તા. ૧૯ના રાત્રે ૮ કલાકે શ્રી ચામુંડા માતાજીનો શ્રૃંગાર દર્શન તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

તા. ૨૦ના સવારે ૮ કલાકથી માતાજીના મઢથી ચામુંડા માતાજીની શોભાયાત્રા અને પછી યજ્ઞનો પ્રારંભ બપોરે ૧૨ કલાકે હવન બીડું હોમવાનું અને બપોરે ૧૨:૩૦ કલાકે દાતાશ્રી,વિદ્યાર્થીઓનો સન્માન વિગેરે કાર્યક્રમ છે. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર રાઠોડ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ નવચંડી હોમાત્મક મહાયજ્ઞ સમિતિના એન.ટી. રાઠોડએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh