Advertisement
Author: નોબત સમાચાર

સરકારી વસાહત પાસે પાર્ક કરેલી એસટીની બસ પાછળ સ્કૂટર ટકરાયું

એસટી બસના ચાલકે નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના ગૌરવ પથ પર આવેલા નવા બસ સ્ટેન્ડ નજીક સરકારી વસાહત પાસે મોડીરાત્રે રાખવામાં આવેલી એસટી બસ પાછળ મંગળવારે એક સ્કૂટર ટકરાઈ પડતા બસમાં બમ્પરમાં નુકસાન થયું છે. તેના ચાલકે સ્કૂટરચાલક સામે માં ફરિયાદ કરી છે.

જામનગરના લાલબંગલા વિસ્તારથી સાતરસ્તા તરફ જવાના રસ્તા પર આવેલી સરકારી વસાહત નજીકથી ગયા મંગળવારે સવારે પોણા પાંચેક વાગ્યે જીજે-૧૮-ઝેડટી ૧૭૬૭ નંબરની એસટીની બસ પાર્ક કરીને રાખવામાં આવી હતી.

તે બસ ત્યાં રાખીને તેના ચાલક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નરેશભાઈ માવજીભાઈ વારા નજીકઆ આવેલા એસટી ડેપોએ ગયા તે દરમિયાન આ બસની પાછળ નંબર પ્લેટ વગરનું કાળા રંગનું એક્સેસ સ્કૂટર ધડાકાભેર ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં બસમાં પાછળના ભાગે અંદાજે રૂ।.ત્રણેક હજારનું નુકસાન થયું છે. નરેશભાઈએ સ્કૂટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh