Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી યથાવત્...!!

તા. ૦૫-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ચોમાસું દેશભરમાં સફળ રહેતાં અને મેક ઈન ઈન્ડિયાને ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન આપી અનેક રાહતો - પ્રોત્સાહનો આગામી દિવસોમાં ઉદ્યોગો માટે જાહેર થવાની અપેક્ષા અને ચાઈના, રશિયા સાથે ભારતના મજબૂત બનતાં સંબંધો સામે અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ તુમાખીને ભારત - રશિયા-ચાઈનાની ત્રિપુટીએ વિચારતા કરી દેતાં ઈન્ડિયા પોઝિટીવને લઈ સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી માળખાના સરળીકરણ, સ્લેબમાં ઘટાડા અને જીએસટી દરોમાં પણ મોટી રાહતની અસરે સપ્તાહની શરૂઆતથી ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જો કે આજે સપ્તાહના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૪%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૮૩% અને નેસ્ડેક ૦.૯૮% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૫ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૬૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર હેલ્થકેર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ. ૧,૦૬,૬૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૬,૮૯૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૬,૬૩૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૪૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૬,૮૮૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૩,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૪,૮૨૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૩,૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૩૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૨૪,૬૫૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જેએસડબ્લ્યૂ સ્ટીલ (૧૦૭૭) : આયર્ન અને સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૯૦ થી રૂ.૧૦૯૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા કેમિકલ્સ (૯૩૯) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૯૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૪ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી એનર્જી સોલ્યુશન્સ (૭૫૮) : રૂ.૭૩૩ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૩૭૫) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૮ થી રૂ.૩૯૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય અર્થતંત્રના ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં જોવા મળેલા મજબૂત આંકડાઓ શેરબજાર માટે સકારાત્મક સંકેત આપે છે. ઓગસ્ટમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ સુધી પહોંચીને ૧૫ વર્ષની ટોચે રહ્યો છે, જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૧૭ વર્ષની ઊંચાઈએ રહ્યો હતો. આ દર્શાવે છે કે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ મજબૂત છે, જેના કારણે કંપનીઓના આવક અને નફાકારકતામાં વધારો થવાની શક્યતા છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સમર્થનનું સંકેત આપે છે. આવું મેક્રો ડેટા રોકાણકારોના મનોબળને મજબૂત બનાવે છે, જેના પરિણામે બજારમાં તેજી જાળવાય તેવી સંભા વના છે.

બીજી તરફ, અમેરિકાના ટેરિફના પગલે સપ્ટેમ્બર ત્રિમાસિક વિકાસ દર પર દબાણ રહેવાની ધારણા હોવા છતાં, તાજેતરના પીએમઆઈ આંકડા એ ચિંતાઓને નબળા પાડે છે. માંગમાં સતત વધારો, નવા બિઝનેસ ઓર્ડરોની તેજી અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ ભારતીય શેરબજારમાં મધ્યમ ગાળે મજબૂતાઈ જાળવવામાં મદદરૂપ બની શકે છે. આમ, આર્થિક પ્રવૃત્તિમાં જોવા મળેલી વૃદ્ધિ ભારતીય શેરબજાર માટે નજીકના ભવિષ્યમાં તેજી તરફી દિશા દર્શાવે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh