Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન મેદાનમાં રવિવારે અંતિમ ચંદ્રગ્રહણ નિદર્શનનો કાર્યક્રમ

ટેલિસ્કોપની મદદથી ચંદ્રગ્રહણ નિહાળી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલે રવિવારે રાત્રિના ૧૦ વાગ્યાથી ૧ર-૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અવકાશી ખગોળિય ઘટના ર૦રપની સાલના અંતિમ ખગ્રાસ ચંદ્રગ્રહના નિર્દશનનો જાહેર કાર્યક્રમ રાખ્યો છે, અને અત્યાધુનિક ચાર ટેલિસ્કોપની મદદથી ચંદ્રગ્રહણ નિદર્શન યોજાયું છે, જેમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ખગોળપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

જામનગરની ખગોળમંડળ સંસ્થા, ઉપરાંત ધ્રોળના એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્દ્રની ટીમ તેમજ જામનગરના રંગતાલી ગ્રુપના સહયોગથી રવિવાર, તા. ૭ મી સપ્ટેમ્બરના રાત્રિના ૧૦ વાગ્યાથી ૧ર-૩૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ચંદ્રગ્રહણ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

નગરજનો ચંદ્રગ્રહણની તમામ કળાઓ અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સર્વે નગરજનોએ આશરે અઢી કલાક સુધી ચાલનારા સંપૂર્ણ ચંદ્રગ્રહણનું નિર્દશન કરવા તેમજ ચંદ્રગ્રહણ વિશેની વિસ્તૃત ખગોળિય જાણકારી મેળવવા માટે ઉપસ્થિત રહેવા ત્રણેય સંસ્થાના કિરીટભાઈ શાહ (૯૪ર૬૦ ૧૬૬૮૧), સંજયભાઈ પંડ્યા-ધ્રોળ (૯૯૭૯ર ૪૧૧૦૦) અને સંજય જાની (૯૮રપર ૧૧૧૧ર) દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh