Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં જુગારના આઠ દરોડામાં એકાવન ખેલંદાઓ ઝડપાયા

તેર મહિલા પણ પાના કૂટતા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની સતત મહેફિલો જામી રહી છે. ગઈકાલે અલગ અલગ આઠ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા અને જુગાર રમી રહેલા તેર મહિલા સહિત એકાવન વ્યક્તિઓને રૂ.૧ લાખ ર૪ હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

જામનગરના ખાખીનગરમાં ગઈકાલે  નગાભાઇ ખીમાભાઇ નંદાણીયા જાતે.આહીર ઉ.વ.૪૦  (ઇંદીરારોડ ખાખીનગર શેરી નં ૨), રાણાભાઇ પરબતભાઇ જાદવ જાતે.ભરવાડ ઉ.વ.૨૫ (નાઘેડી), માલદેભાઇ પરબત ભાઇ ગાગીયા (મહાલક્ષ્મી બંગ્લોઝ શેરી નં.૨), નારણભાઇ કરશનભાઇ નંદણીયા (માધવબાગ-૧ દ્રારકેશ -૩ શેરી નં ૫),અનીલભાઇ પ્રેમજીભાઇ પરમાર  (હરીયા કોલેજ રોડ રીધ્ધી સીધ્ધી હોટલની  પાછ્ળ  સિધ્ધાર્થનગર શેરી નં-૧), રાજુભાઇ પરબતભાઇ જાદવ જાતે(નાઘેડી નવાપરા ), ભીમશીભાઇ મેરામણભાઇ લગારીયા(ખાખીનગર શેરી નં ૩) નામના સાત શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા. પોલીસે પટ્ટ માંથી રૂપિયા ૩૩૫૦૦ કબ્જે કર્યા છે.

જામનગરના ગોકુલનગર નજીકના અયોધ્યા નગરમાં કાલે તીનપત્તી રમતા સુનીલ પુનાભાઇ શીંગળ(ગોકુલનગર અયોધ્યા નગર), મંજુબેન  રામભાઇ ગોજીયા (ગોકુલનગર અયોધ્યાનગર ),હેતલબેન ઉર્ફે શીતલ ઉતમભાઇ કરમુર (ગોકુલનગર અયોધ્યાનગર), મોહિનીબેન નરેન્દ્રભાઇ શીંગળ (શરૂશેકસન રોડ કુકડા કેન્દ્ર ),વિષ્ણુબા નવલસિંહ જાડેજા,પુરીબેન  હરીશભાઇ  ઓડીચ  નામના છ વ્યક્તિ રૂપિયા ૧૨૪૦૦ સાથે પકડાઈ ગયા હતા.

અયોધ્યાનગરમાં જ બીજા દરોડામાં રામદે ભીમશીભાઇ નંદાણીયા.(ગોકુલનગર સાયોના શેરી),સાંજણભાઇ ભીમશીભાઇ બેરા, રસીલાબેન  દિપકભાઇ ભટ  (શીવનગર ) સોનલબેન રામશીભાઇ કંડોરીયા, દુધીબેન કારાભાઇ ગોજીયા, જાનાબેન ઉર્ફે જશૂબેન ગોવિંદભાઇ લગારીયા જાતે-આહિર ઉવ-૪૦  વર્ષાબેન વજેગરભાઇ  ગોસાઇ,ક્રિષ્નાબા રામદેવસિંહ ઝાલા, રશ્મીબેન સુનીલભાઇ શીંગળ નામના નવ વ્યક્તિ જુગાર રમતા પકડાયા હતા.પોલીસે રૂપિયા ૧૫૨૦૦ ઝબ્બે લીધા છે.

કાલાવડમાં કાલે સાંજે જાહેરમાં જુગાર રમતા ચિંતનસિંહ પ્રવિણસિંહ ગોહિલ મેટોડા જગતસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ભાવાભી ખીજડીયા, શિવરાજસિંહ રણજીતસિંહ ઝાલા મેટોડા, ધર્મરાજસિંહ દિગુભા જાડેજા મછલીવડ નામના ચાર શખ્સને પકડી લઈ પોલીસે રૂપિયા ૧૧૧૦૦ કબ્જે કર્યા છે.

લાલપુર તાલુકાના અપિયા ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી ખેલતા  મુકેશભાઇ હમીરભાઇ મકવાણા, ગોવાભાઇ અજાભાઇ જોગલ,બુધાભાઇ કારાભાઇ ગાગીયા, ધીરુભાઇ ઉકાભાઇ રાઠોડ જાતે, અરજણભાઇ માલદેભાઇ નંદાણીયા નામના પાંચને પકડી લઈ રૂપિયા ૧૦૪૦૦ ઝબ્બે લીધા છે.

જામનગરના ગોકુલનગર-મયુરનગરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા પ્રતીક દિનેશભાઈ વાલવા, નિલેશ મોહનભાઈ આગલ, હીતેશ ભીખુભા ધાયાણી અને રોહિત હરદાસભાઈ સોલંકીને રૂ.૧૨૧૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગરમાં આશીર્વાદદીપ સોસાયટી શેરી નં.૪ નજીક ગતરાત્રે અનિરૂદ્ધસિંહ ભગવતસિંહ જાડેજાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે જુગાર રમી રહેલા અનિરૂદ્ધસિંહ જાડેજા, જીતેન્દ્ર ચંદુભાઈ નાગપાલ, રવિ યોગેશભાઈ અગ્રાવત, સાગર કનૈયાલાલ કાલાવડીયા, હિતેશ કનૈયાલાલ કાલાવડીયા, ધીરજલાલ માવજીભાઈ રાઠોડ, કરશનભાઈ અજાભાઈ ચાવડા અને કનૈયાલાલ વલ્લભદાસ કાલાવડીયાને રૂ.૨૬૨૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકાના રામપર-પીપરટોડા ગામના માર્ગે ગઈરાત્રે જાહેરમાં જુગાર રમી રહેલા ભાવેશ ઉર્ફે પ્રિન્સ અમૃતભાઈ જોગલ, વસરામભાઈ નાથાભાઈ માતંગ, જયસુખભાઈ પાલાભાઈ ખરા, અશોકભાઈ માલાભાઈ ચોપડાને રૂ.૧૦૩૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં જાહેરમાં જુગાર રમતા કલ્પેશ નાયાભાઈ પીંગળસુર, ધનજીભાઈ મુળજીભાઈ પીંગળસુર, રમેશ ગાંગાભાઈ પીંગળસુર, નરેશ પાલાભાઈ પીંગળસુરને રૂ.૨૦૮૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh