Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવાર સાંજ આરતી-પૂજનઃ મોટી સંખ્યામાં ઉમટતા ભાવિકો
સલાયામાં ઘણાં વર્ષોથી બંસી ગ્રુપ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના સહકારથી ગણપતિ બાપાની સ્થાપના વાંઝા દરજી સમાજની વાડીમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ સુંદર કલાકૃતિ સાથેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સવાર સાંજ આરતી તેમજ પૂજન કરવામાં આવે છે. અહીં દરરોજ હિન્દુ સમાજના જુદા-જુદા કપલ પૂજામાં સહભાગી થાય છે. આ ગણેશોત્સવમાં મોટા પ્રમાણમાં ભાઈઓ-બહેનો જોડાય છે. અને પૂજા-અર્ચના કરે છે. આ સમગ્ર આયોજન બંસી ગ્રુપના સ્થાપક ભાવેશભાઈ પરમાર અને જયેશભાઈ પરમાર તેમજ મિત્રમંડળ દ્વારા કરવામાં આવે છે. પૂજા તેમજ આરતી સલાયાના શાસ્ત્રી શ્યામલભાઈ દવે દ્વારા કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial