Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણતાની સમીપઃ
જામનગરના સાતરસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે છે ત્યારે હવે તે ક્યારે ખૂલ્લો મુકાશે તેની ઘડીઓ ગણાઈ રહી છે. અનેક વખત ડેડલાઈન પાર થઈ ગયા પછી અને બજેટમાં પણ કરોડોનો વધારો થયા પછી આખરે હવે પુલ નિર્માણ પૂર્ણ થવા માં છે. પુલના સુભાષબ્રિજ તરફના છેડે હોર્ડિંગ્સ લાગી ગયા છે. જેને પગલે નગરજનોમાં આશા જાગી છે કે ટૂંક સમયામાં જ પુલ ખુલ્લો મુકવામાં આવશેે. ઉલ્લેખનિય છે કે ૨૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસ્ટોરેશન પામેલ ભુજીયા કોઠાનું ઈ-લોકાર્પણ સહિતના વિકાસકાર્ય જનતાને અર્પિત કરવાના છે, ત્યારે પુલનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું હોય, તો કદાચ આ સાથે જ તેનું લોકાર્પણ પણ થઈ શકત, પરંતુ હવે થોડો વિલંબ ગણી પુલના જલદી લોકાર્પણની આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial