Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી રિવાબા જાડેજાની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૧૯: જામનગરના વેપારીઓને જીએસટી સંબંધિત કામગીરીમાં પડતી હાલાકી દૂર થાય તે હેતુથી જામનગરને જીએસટી કેન્દ્ર ફાળવવા માટે રાજ્યમંત્રી રિવાબા જાડેજા દ્વારા ગત તા. ૨૬ નવેમ્બરે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી. જે પછી તા. ૨૬-૧-૨૬થી જામનગરમાં જીએસટી કેન્દ્ર આરંભ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વેપારીઓને અઠવાડિયામાં બે દિવસ રજીસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની સુવિધા મળી છે.
વિધાનસભામાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં હવે જામનગરની જેમ અન્ય શહેરોમાં પણ જીએસટી સંબંધિત સુવિધાઓ વધારવાની જાહેરાત થઈ છે. આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તથા પાટણમાં આગામી સમયમાં જામનગરની જેમ જ જીએસટી સંબંધિત રજીસ્ટ્રેશન તથા વેરીફિકેશન સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આમ, રાજયમંત્રી રિવાબા જાડેજા દ્વારા જામનગરના વેપારીઓનાં હિતને ધ્યાને લઈને જીએસટી કેન્દ્ર ફાળવવાની રજૂઆતને પગલે જામનગરને આ સુવિધા પ્રાપ્ત થવા ઉપરાંત અન્ય શહેરોને પણ આ લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial