Advertisement
Author: નોબત સમાચાર

લ્યુટનથી ગ્લાસગો જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગઃ ફ્લાઈટમાં બોમ્બની મુસાફરે બૂમો માડી

અમેરિકા અને ટ્રમ્પ મુર્દાબાદની નારેબાજીઃ

                                                                                                                                                                                                      

લંડન તા. ર૮: એક મુસાફરે અલ્લાહુ અકબર કહી વિમાનમાં બોમ્બની ધમકી સાથે અમેરિકા મુર્દાબાદ અને ટ્રમ્પ મુર્દાબાદ જેવા નારાઓ લગાવતા આ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જતી ઈઝીજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઈઝીજેટની ફ્લાઈટમાં એક મુસાફર અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો અને ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપી હતી. આ મુસાફરે વિમાનમાં જ 'અમેરિકા મુર્દાબાદ અને ટ્રમ્પ મુર્દાબાદ સાથે સાથે અલ્લાહુ અકબર જેવા નારાઓ' પણ લગાવ્યા હતાં.

તાત્કાલિક વિમાનનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર દરેક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે આ વ્યક્તિ ટોયલેટમાંથી બહાર આવ્યો અને વિમાનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપતા બૂમો પાડવા લાગ્યો હતો, જો કે આ વ્યક્તિને અન્ય મુસાફરોએ તેને કાબૂમાં લઈ લીધો હતો. આ પછી વિમાનમાં કટોકટી જાહેર કરવામાં આવી અને એટીસીનો સંપર્ક કરવામાં આવ્યો છે.

કટોકટીની સ્થિતિ જાહેર થતા આ વિમાનનું ગ્લાસગો એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બની ધમકી આપનાર અને અમેરિકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર મુસાફરની હાથકડી પહેરાવી ધરપકડ કરવામાં આવી છે. ફ્લાઈટ ક્રૂએ તેની બેગની તપાસ કરી, પરંતુ તેમાં કોઈ બોમ્બ મળ્યો નહીં. અન્ય એક મુસાફરે જણાવ્યું કે બાદમાં તે વ્યક્તિએ પોતે કબૂલાત કરી કે તેની પાસે બોમ્બ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh