Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારના પટમાંથી રૂ. ૩ લાખ ૨૧ હજારનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૬: જામનગર શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગર, વામ્બે આવાસ તેમજ લાલપુરના સણોસરી, ચોરબેડી, જામજોધપુરના સતાપર, કાલાવડના કાલમેઘડા તેમજ સિક્કામાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા દસ દરોડામાં ત્રણ મહિલા સહિત ૪૫ પકડાઈ ગયા છે. પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ. ૩,૨૧,૨૯૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના વામ્બે આવાસમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી એલસીબી સ્ટાફે રાત્રે એક વાગ્યે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ દરોડો પાડતા ત્યાં જાહેરમાં તીનપત્તી રમતા સાજણ નાથાભાઈ મુન ઉર્ફે મુન્ના ગઢવી, નવીન મેઘરાજ આહુજા ઉર્ફે નીક્કી, અશોક કેશુભાઈ માદીયા, કાંતિભાઈ નારણભાઈ મકવાણા, સુરેશ તેજાભાઈ યાદવ, ગિરધરભાઈ ભોજાભાઈ મકવાણા, ઈન્દ્રીશ બશીરભાઈ ડોસાણી, સંદીપ કિશોરભાઈ વાઘેલા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૮૮ હજાર રોકડા, એક બાઈક, છ મોબાઈલ મળી કુલ રૂ. ૧ લાખ ૫૯ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં મહેબુબશાની દરગાહ પાસે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા વિજયસિંહ ભગવાનજી જાડેજા, હરપાલસિંહ રતનસિંહ ચુડાસમા, ધ્રુવ બિપીનચંદ્ર ત્રિવેદી, તુષાર મનોજભાઈ ડાભી, અજય શિવાભાઈ ઈન્દ્રરીયા નામના પાંચ શખ્સ રૂ. ૬૫ર૦ રોકડા સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ગઈરાત્રે જુગાર રમતા અલ્પેશ રાજશીભાઈ વસરા, કાસીમ સુલેમાન સમા, નરેન્દ્ર અરજણભાઈ વસરા, ખેંગાર નાથાભાઈ આલ નામના ચાર શખ્સને પોલીસે રૂ. ૭૨૪૦ સાથે પકડી લીધા છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રાત્રે જુગાર રમતા લાલાભાઈ ધનાભાઈ ખવા, વીપુલ ગોગનભાઈ ખોડભાયા, ભરત સવદાસ ખોડભાયા, જયંતિભાઈ ખીમજીભાઈ મેરાણી, રમેશ ભીખાભાઈ ગર, પરબત ભાયાભાઈ ડાંગર, મુકેશ હમીરભાઈ મકવાણા નામના સાત શખ્સને લાલપુર પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૨૬૫૦૫ કબજે લીધા છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમતા ધીરૂભાઈ કચરાભાઈ કુડેચા, જયંતિભાઈ મેરૂભાઈ પરમાર, હરીભાઈ દેવાભાઈ ડોડીયા નામના ત્રણ વ્યક્તિને પોલીસે રૂ. ૧૪૬૦ સાથે પકડી લીધા છે.
જામનગર તાલુકાના સિક્કામાં કારા-ભુંગા પાસે જી ટાઈપ કોલોનીમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા બલરાજસિંહ રાજેન્દ્રસિંહ કેર, કુમાર તંગવેલ પડાચી, મોનીકાબેન વિશાલભાઈ ગોસ્વામી, આશાબેન હિતેશભાઈ કાનાણી, ગાયત્રીબેન ભાવેશભાઈ લમાણી નામના પાંચ વ્યક્તિ પોલીસના દરોડામાં રૂ. ૧૫૭૦ સાથે ઝડપાઈ ગયા છે.
સિક્કામાં મોતી બંગલા પાસે ગઈરાત્રે અઢી વાગ્યે ગંજીપાનાથી જુગાર રમતા અકબર ઓસમાણ ગંઢાર, અબ્દુલ સુલેમાન સુંભણીયા, કાસમ મુસા સુંભણીયા, મહેમુદ જુનસ ચમડીયા, દીપસિંહ અમરસિંહ જેઠવા નામના પાંચ શખ્સ રૂ. ૧૪૫૦૦ રોકડા તથા બે બાઈક સાથે ઝડપાઈ ગયા હતા. સિક્કામાં ડીસીસી કંપનીના મટીરીયલ ગેઈટ સામે ગંજીપાનાથી જુગાર રમતા બિલાલ મામદ સંઘાર, મુસા હાજી ગાધ નામના બે શખ્સને પોલીસે રૂ. ૧૩૦૦ સાથે પકડી લીધા છે.
સિક્કામાં નાઝ સિનેમા રોડ પર તીનપત્તી રમતા આમીન બશીર ભાયા, શબ્બીર અબ્દુલ મોડા નામના બે શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા છે.
કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા પ્રફુલ પોપટભાઈ ભેડા, મનિષ નાનજીભાઈ મોરી, જગાભાઈ ગલાભાઈ રાતડીયા, નનકાભાઈ મૈયાભાઈ પરમાર નામના ચાર શખ્સને પોલીસે રૂ. ૧૨૪૦૦ સાથે પકડી લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial