Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩ ઓગસ્ટ, રવિવાર અને શ્રાવણ સુદ નોમનું રાશિફળ

વૃશ્ચિક તથા અન્ય બે રાશિના જાતકોને કામમાં આકસ્મિક સાનુકૂળતા મળતા કામનો ઉકેલ આવે

 

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના કામકાજમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં સાવચેતી રાખવી  પડે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

જેમ દિવસ પસાર થાય તેમ આપની મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની  સંયમતા રાખવી.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના  કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે અન્ય કામકાજ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ  રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૮

 

Leo (સિંહ: મ-ટ)

સામાજિક-વ્યાવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાવધાની  રાખવી.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને શાંતિ-રાહત થતા જાય. નોકરવર્ગના સહકારથી કામનો ઉકેલ  લાવી શકોે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૪

 

Libra (તુલા: ર-ત)

આ૫ના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહન લે-વેચના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૮-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા રાહત રહે. પરંતુ સંતાનના પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપને કામકાજમાં પ્રતિકુળતા રહે. આપની ગણતરી-ધારણા અવળા પડતા કામમાં મુશ્કેલી-વિલંબ  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૬

 

Capricorn (મકર: ખ-જ)

માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ  ન કરવી.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી  આવક થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્ય વર્ગ-નોકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh