Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી તથા સંસદસભ્યના હસ્તે મેળો ખૂલ્લો મૂકાશેઃ
ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો તથા ખંભાળિયામાં પણ એક માત્ર મોટો ગણાતો શીરેશ્વર મહાદેવ પાસે શક્તિનગર, ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજાતો શિરેશ્વરનો રખ પાંચમનો લોકમેળો આવતીકાલ તા. ર૬/૮ થી ર૯/૮ ચાર દિવસ યોજાશે. જેનું ઉદ્ઘાટન રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમેબેન માડમના હસ્તે થશે.
રાત્રિ મેળા તરીકે જાણીતો આ શિરેશ્વર લોકમેળો આખો દિવસ અને વહેલી સવાર સુધી અને ક્યારેક તો સવારોસવાર ચાલતો હોય તથા લોકો અહીં રાત્રે બાર વાગ્યા પછી જતા હોય તથા વિશાળ જગ્યા અને ખાસ તો વિવિધ જાતના ચકડોળ, મોતના કૂવા, વિવિધ રાઈડોનું આકર્ષણ હોય, રોજ દોઢક લાખ લોકો શહેર તથા નજીકના ગામો તથા અન્ય વિભાગોમાંથી ઉમટે છે.
દર વર્ષે આ લોકમેળો 'લૂંટમેળો' ના બને તે માટે તથા અવ્યવસ્થા, ટ્રાફિક, પર્કિંગ વિગેરેના પ્રશ્નો પણ ડી.ડી.ઓ., જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તથા ગ્રામ પંચાયતને આ અંગે વ્યવસ્થા કરવા અગ્રણીઓ તથા લોકો દ્વારા રજૂઆતો થઈ છે, જેથી એક માત્ર મોટા મેળામાં લોકો શાંતિથી બાળકો સાથે મોજ માણી શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial