Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાચાલકને ત્રણ શખ્સે ધોકાવ્યોઃ પોલીસ ફરિયાદના મામલે યુવાન પર કાર ચઢાવવાનો પ્રયાસઃ
જામનગર તા. ૨૭: જામનગરના રામેશ્વરનગર પાછળ શક્તિ પાર્કમાં ચાર મહિના પહેલાં રાત્રે પોતાના સ્ત્રી મિત્રને મળવા ગયેલા એક યુવાનને ચાર શખ્સે માર માર્યાે હતો અને બાઈકમાં તોડફોડ કરી હતી. પાંચમા શખ્સે ફરિયાદ ન કરવાનું કહી ધમકી આપી હતી. જ્યારે મોટા થાવરીયાના પાટીયા પાસે એક રિક્ષા ચાલકને મોટરમાં ધસી આવેલા ત્રણ શખ્સે ધોકા-પાઈપથી ફટકાર્યાે હતો. ગઈકાલે બપોરે જેલમાં કાચા કામના એક કેદી પર બીજા કેદીએ હુમલો કરી માથામાં ગ્લાસ ફટકાર્યાે હતો. પોલીસ ફરિયાદનો ખાર રાખી કાલાવડમાં બે યુવાન પર બે શખ્સે હુમલો કર્યાે હતો, યુવાન પર મોટર ચઢાવી દેવા પ્રયાસ કરાયો હતો.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા શક્તિ પાર્કની શેરી નં.૧માં રહેતા ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા નામના યુવાન ગઈ તા.૫-૫-૨૫ની રાત્રે પોતાના સ્ત્રી મિત્રને તેના ઘરે ગયા હતા. ત્યારે તેઓ જે ઓરડામાં હતા તે ઓરડાનો દરવાજો કોઈએ બહારથી બંધ કરી દીધો હતો.
ત્યારપછી રાત્રે બેએક વાગ્યે તે ઓરડો જનકસિંહ તથા દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સોએ ખોલી ગજેન્દ્રસિંહને બહાર કાઢ્યા હતા. તે પછી બંને શખ્સે ગજેન્દ્રસિંહને ઢીબ્યા હતા. આ વેળાએ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા તથા દિવ્યરાજસિંહ જેઠવા પણ આવી ગયા હતા. જેમાંથી નરેન્દ્રસિંહે અને દિવ્યરાજસિંહે ધોકો ફટકાર્યાે હતો. તે પછી નરેન્દ્રસિંહે કમર પટાથી કપાળ પર ગજેન્દ્રસિંહને ઈજા પહોંચાડી હતી. ચારેય શખ્સે આડેધડ માર માર્યા પછી આ મહિલાને હવે પછી મળવા આવીશ તો તને પતાવી દઈશ તેવી મહિલાના પતિએ ધમકી આપી હતી અને જીજે-૧૦-ડીએલ ૭૦૩૩ નંબરના જે બાઈક પર ગજેન્દ્રસિંહ ગયા હતા તે બાઈકમાં પણ આ શખ્સોએ તોડફોડ કરી રૂ.૨૦ હજારનું નુકસાન કર્યું હતું. તે ઉપરાંત જયપાલસિંહ રાણા નામના શખ્સે આ બાબતની ફરિયાદ કરીશ તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.
ઉપરોક્ત બાબતની ચાર મહિના પછી ગજેન્દ્રસિંહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દિવ્યરાજસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા, જનકસિંહ તથા જયપાલસિંહ રાણા સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના સુવરડા ગામના હેમતભાઈ ભનાભાઈ લોખીલ નામના રિક્ષા ડ્રાઈવર ગઈકાલે સવારે મોટા થાવરીયા ગામના પાટીયા પાસેથી પોતાની રિક્ષા લઈને જામનગર તરફ જતા હતા ત્યારે સફેદ રંગની અર્ટીગા મોટર ધસી આવી હતી.
આ મોટરમાંથી ઉતરેલા વિમલ મહેશભાઈ નાખવા, ધવલ મહેશભાઈ નાખવા તથા વિમલના કૌટુંબિક ભાઈએ ધોકા-પાઈપ કાઢી હેમતભાઈ પર હુમલો કરી માર માર્યાે હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખ્સ નાસી ગયા હતા. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતા અને હાલમાં એક ગુન્હામાં સંડોવાયા પછી જેલહવાલે રહેલા નવાઝખાન અયુબખાન પઠાણ ગઈકાલે બપોરે બારેક વાગ્યે જિલ્લા જેલના યાર્ડ નં.૬ અને બેરેક નં.૪માં ભોજન માટે બેસવાની તૈયારી કરતા હતા.
આ વેળાએ જેલમાં રહેલા કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલા ઢીંગલી નામના શખ્સે પોતાની પાસે રહેલા થેલામાંથી નાસ્તો કાઢીને તેને આરોગવાનું શરૂ કર્યું હતું અને નવાઝખાનને ગાળો ભાંડી સ્ટીલનો ગ્લાસ ઉઠાવી માથામાં ફટકાર્યાે હતો. તે પછી ઢીકાપાટુથી માર પણ માર્યાે હતો. સિટી એ ડિવિઝનમાં નવાઝખાને ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ શહેરની ચમન ટેકરીમાં રહેતા બાસીતભાઈ ગફારભાઈ બારાડી નામના મેમણ વેપારીના મોટાભાઈ સદામ પર અગાઉ છરીથી રાજકોટના જુનેદ ઝીકરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યાે હતો તેની ફરિયાદ સદામે પોલીસમાં કરી હતી તેનો ખાર રાખી બાસીતભાઈ ગુરૂવારે જ્યારે મુળીલા ગેઈટ નજીક પોતાની ઓફિસ પાસે હતા ત્યારે જુનેદ ઝીકરભાઈ તથા મોહસીન ઈસ્માઈલ હાસમાણી ધસી આવ્યા હતા.
આ શખસોએ કોર્ટમાં સમાધાન કરી લેવાનંુ કહી સદામને પતાવી દેવાની ધમકી આપી હતી. તે ઉપરાંત બાસીતભાઈની સાથે રહેલા તેના મિત્ર સાહીલ હારૂન સમા પર મોટર ચઢાવી દઈ તેની પર પાઈપથી હુમલાનો પ્રયાસ કર્યાે હતો જેમાં બાસીતભાઈને હાથમાં ઈજા થઈ હતી. મોહસીને ઢીકાપાટુથી માર માર્યાે હતો. કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial