Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કલેકટર કેતન ઠક્કરે ચાર્જ સંભાળ્યો

વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો.

જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તમામ શાખાઓના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા. વહીવટદાર તરીકે કલેક્ટરએ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાના કાર્યોમાં રજાના દિવસે પણ સક્રિય રહીને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા અને લોકહિતના કાર્યોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો છે.

આ સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટરે વહીવટી પ્રક્રિયાના કારણે પ્રજાના કોઈ પણ કામમાં વિલંબ ન થવો જોઈએ અને આયોજન હેઠળના તમામ વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે. જિલ્લા પંચાયત હસ્તકના જે પ્રજાલક્ષી કામો લાંબા સમયથી પડતર છે, તેનો સત્વરે નિકાલ લાવીને સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે જોવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. જો કોઈ અગત્યના પ્રોજેક્ટ કે કામગીરીમાં કાયદાકીય કે ટેકનિકલ અડચણ ઉભી થતી હોય, તો વિલંબ કરવાને બદલે તુરંત જ જરૂરી માર્ગદર્શન મેળવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh