Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ, બે બાઈક કબજે કરાયાઃ
જામનગર તા. ૭: લાલપુર તાલુકાના ભણગોર ગામમાં બસ સ્ટેન્ડ પાસે ગઈરાત્રે ગંજીપાનાથી જુગાર રમી રહેલા એક વૃદ્ધ સહિત છ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રોકડ, મોબાઈલ, બ બાઈક મળી રૂ।.૮૪૦૮૦નો મુદ્દામાલ કબજે લીધો છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ગઈરાત્રે બસ સ્ટેન્ડ નજીક જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે બારેક વાગ્યે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગોગનભાઈ ભીખાભાઈ ગોજીયા, રાકેશભાઈ પ્રફુલભાઈ હીરાણી, જયંતિભાઈ ખીમજીભાઈ મેરાણી, મનોજભાઈ જમનભાઈ વાજા, પોપટભાઈ રામાભાઈ ગાગીયા, હેમંતભાઈ જેરાજભાઈ હીરાણી નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૪૦૮૦ રોકડા, છ મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ।.૮૪૦૮૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial