Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ એસો. દ્વારા
જામનગર તા. ૪: ગુજરાતના અમુક શહેરોમાં મેડીકલ સ્ટોર્સમાંથી ડુપ્લીકેટ દવાઓ તેમજ દવા ઉત્પાદક કંપનીના માર્જીન કરતા પણ ઉંચા ડીસ્કાઉન્ટમાં મોટા પાયે દવાઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
આ દુષણને ડામી દેવા અને કડક ચેકીંગ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જામનગર કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના ચેરમેન નાથાલાલ કપુરીયા, પ્રેસિડેન્ટ હિરેન સાંગાણી, સેક્રેટરી વિપુલભાઈ પટેલ તથા અસો.ના તમામ સભ્યોએ જામનગરના ખોરાક અને ઔષધ નિયયમન તંત્રના આસીસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
તાજેતરમાં ગુજરાતના અમુક શહેરોમાંથી ડુપ્લીકેટ દવા ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી પકડવામાં આવી છે, જે સારી બાબત છે. પરંતુ દવાઓમાં કંપનીએ માર્જીન વેપારીઓને ફીક્સ આપેલ છે, જે માર્જીન કરતા પણ નીચા ભાવે એટલે કે લોભામણી જાહેરાત અને વધુ પડતા ડીસ્કાઉન્ટમાં વેચાતી દવાઓ અંગે ડીપાર્ટમેન્ટના માધ્યમથી કડક તપાસ કરી જો કોઈ આવી ડુપ્લીકેટ કે સ્પુરીયર્સ દવાઓ વેચતું જણાય તો કડકમાં કડક કાર્યવાહી કરવી અને તે વેપારીના નામ જાહેર કરવાની માંગણી કરી છે. બીજા કોઈ વેપારીઓ આ ડુપ્લીકેટના ષડયંત્રમાં ફસાય નહીં અને શહેર તથા જિલ્લાની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય નહીં.
બહારગામથી ઉંચા ડીસ્કાઉન્ટમાં દવાઓ આવતી હોવાથી ડુપ્લીકેટ હોવાની શકયતા રહેલી છે. આ બાબતે ચેકીંગ કરવું જરૂરી છે. આ બાબતે ઉંચા ડીસ્કાઉન્ટે મળતી દવાઓના વધુ સેમ્પલ કલેકટ કરી તપાસ કરવી જરૂરી છે.
જાણી જોઈને વેપારી ડુપ્લીકેટ દવા વેચતા હોય તો તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ગુનેગારોને સબક મળે.
આવેદનપત્ર સુપરત કરતી વેળાએ એસો.ના ચેરમેન, પ્રેસિડેન્ટ, સેક્રેટરી ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ ઘનશ્યામસિંહ ઝાલા, ખજાનચી હિતેશભાઈ રાબડીયા, જોઈન્ટ સેક્રેટરી ભરતભાઈ શાહ તથા કમિટી મેમ્બર્સ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial