Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાને દવાખાને ખસેડાયાઃ સાળાએ ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૩૧: કલ્યાણપુરના રાવલ ગામમાં એક દંપતી વચ્ચે ચાલતા કંકાસ દરમ્યાન ગઈકાલે પતિએ ગાળો ભાંડતા અને પત્નીએ તેને વારતા ઉશ્કેરાયેલા પતિએ છરીથી હુમલો કરી પાંચેક ઘા ઝીંકી દેતા આ યુવતીના ભાઈએ બનેવી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં આવેલી ચૌહાણફળીમાં વસવાટ કરતા રાણાભાઈ રામશીભાઈ જમોડ નામના શખ્સે ગઈકાલે બપોરે પોતાના પત્ની લક્ષ્મીબેન જમોડ (ઉ.વ.૪૦) પર છરીથી હુમલો કર્યાે હતો.
થોડા દિવસોથી લક્ષ્મીબેન અને રાણાભાઈ વચ્ચે કંકાસ થતો હતો. વારંવાર પત્નીને ગાળો ભાંડતા રાણાએ ગઈકાલે બપોરે પણ ગાળાગાળી શરૂ કરતા લક્ષ્મીબેને ગાળો ન બોલવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા રાણા જમોડે મારી નાખવાના ઈરાદે પત્ની પર છરીથી હુમલો કરી પેટમાં ત્રણ ઘા તથા પગ અને કથેળીમાં બે ઘા ઝીંકી દીધા હતા.
લોહીલુહાણ હાલતમાં લક્ષ્મીબેનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે તેણીના ભાઈ અને જમોડફળીમાં રહેતા નિલેશ કાળુભાઈ વાઘેલાએ બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial