Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧થી ૨૮ જુલાઈ સુધી સેમિનાર, કાર્યક્રમો, રસિકરણ ઝુંબેશ સાથે
જામનગર તા. ૬: જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગરમાં *નેશનલ વાયરલ હિપેટાઈટિસ કંટ્રોલ પ્રોગ્રામ (એનવીએચસીપી)* અંતર્ગત વિશ્વ હિપેટાઈટિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તા. ૨૧ થી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન, આરોગ્ય કર્મચારીઓને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને હિપેટાઈટિસ-બી વેક્સિન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તા.૨૩ જુલાઈ થી ૨૮ જુલાઈ સુધી સંસ્થાના તજજ્ઞો, રેસિડેન્ટ ડોક્ટર અને ઈન્ટર્ન ડોક્ટર માટે ખાસ સેન્સિટાઈઝેશન-કમ-ટ્રેનિંગ સેશન યોજાયા હતા. આ સેશન્સમાં હિપેટાઈટિસ બી અને સી રોગ કેવી રીતે ફેલાય છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં અસુરક્ષિત સોય-સિરીંજ, તપાસ વગરનું સંક્રમિત લોહી, માતાથી નવજાત શિશુમાં સંક્રમણ અને અસુરક્ષિત જાતીય સંબંધો જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.આ સાથે, ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓને હિપેટાઈટિસ-બી વેક્સિનનું મહત્વ, હિપેટાઈટિસ-બી અને સી માટેના ટેસ્ટિંગ અને ઉપલબ્ધ સારવાર વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ડો. દિપક તિવારી, તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડો. અમી ત્રિવેદી અને ડો. હિરલ ગઢવી સહિતના આરોગ્ય કર્મીઓના સહયોગથી સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial