Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાતા પરિવાર તરફથી
જામનગર તા. ૧ : સ્થાનકવાસી જૈન મોટા સંઘ-ચાંદીબજાર સંચાલિત જયસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં સ્થિત છે. બે વર્ષ પહેલા ઉપાશ્રયમાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ ચો.ફૂટ નીચે અને ઉપર નવું બાંધકામ કરવામાં આવ્યું હતું.
જેમાં નીચેના ભાગે મીની વ્યાખ્યાન હોલ માટે દાતા દીનાબેન યોગેશભાઈ શાહ (હ.સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી), આ ઉપરાંત નીચે અને ઉપર બનેલા સ્વાધ્યાય હોલ માટે અનુક્રમે રોહીતભાઈ ચંદુલાલ મહેતા અને જયાબેન મણીલાલ પુનાતર તરફથી દાન આપવામાં આવ્યું છે. ઉપરના મીની વ્યાખ્યાન હોલમાં સંઘની કમિટીએ નામ આપવાનું નક્કી કર્યું છે જેનો નકરો ઓછામાં ઓછો રૂ।. ૧૫ લાખ રાખવામાં આવ્યો છે. દાતા લાભ લેવા માંગતા હોય તેઓએ તા. ૨૦-૪-૨૬ પહેલા સંઘની ઓફિસે દિપકભાઈ શાહ (મંત્રી)ને જાણ કરવી. જેમનો નકરો વધારે હશે તે દાતા પરિવારને વ્યાખ્યાનમાં બોલાવી જાહેરમાં ઉછામણી કરી નક્કી કરવામાં આવશે તેમ મંત્રી સ્થાનકવાસી જૈન સંઘ, ચાંંદીબજાર,જામનગર કમિટી દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial