Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ મા જન્મ દિવસની ઉજવણી

શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ મા જન્મદિવસ પ્રસંગે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અમૃતકાળમાં પ્રવેશતા નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરની પારાયણનું પઠન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઉપસ્થિત મહંત શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, ભાજપના અગ્રણી રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, વિજયસિંહ જેઠવા, કિંજલભાઈ કારસરીયા, ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, જી.એલ તનેજા સહિતના અગ્રણીઓ અને સુંદરસાથજી ભાવિકોએ ૭૫ વર્ષના વડાપ્રધાનના મંગલ જન્મદિવસની દીપ પ્રાગટ્ય કરી ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરૂ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજે અત્યાર સુધીમાં ભારતના સર્વાંગી વિકાસ માટે તેમના દ્વારા લેવાયેલા પગલાંઓ અને ભગવાન રામની જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણ, પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત ભારત દ્વારા આતંકવાદ તેમજ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરની જડબાતોડ જવાબની શૈલીને બિરદાવી દેશ હિતમાં લેવાતા નિર્ણયને વધુ આગામી સમયમાં વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રબળતાથી લેવાય તે માટે પ્રભુ તેમને શક્તિ અને સામર્થ્ય આપે તેવી પ્રાર્થના સાથે લાગણીઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh