Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્જીનમાં આવેલા શેર ડીમેટ એકાઉન્ટમાં ન નાખી પેઢીના એકાઉન્ટમાં રાખી મૂકવામાં આવ્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક તબીબ સાથે રૂપિયા પોણા બેતાલીસ લાખની છેતરપિંડી કરાયાની છ શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી છે. આ ડોક્ટરે આર્કેડીયા શેર એન્ડ બ્રોકર પ્રાઈવેટ લિમિટેડમાં તેના ડીરેક્ટરના કહેવા મુજબ રોકાણ કર્યા પછી તેઓને માર્જીનમાં મળેલા શેર ડીમેટ એકાઉન્ટમાં ન નાખીને આ કંપનીના એકાઉન્ટમાં રાખી મૂકાતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં સુજલ હાઉસ નામના મકાનમાં રહેતા ડો. કે.એસ. મહેશ્વરી (કિશોરભાઈ સાજણમલ) (ઉ.વ.૭૧)ને વર્ષ ૨૦૦૯માં આર્ડિયા સેર એન્ડ બ્રોકર પ્રા.લિ. કંપનીના ડાયરેકટર નીતિન અમૃતલાલ તેમજ એન્ટોની સીકવેટા, પ્રેમ એન્ટોની, યશ રમેશ બ્રહ્મભટ્ટ તેમજ રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટનો સંપર્ક થયો હતો.
આ વ્યક્તિઓએ જુદી જુદી કંપનીના શેરોમાં રોકાણ કરવાની વાત કર્યા પછી ડો. મહેશ્વરીએ ૪૧,૮૬,૫૫૬,૭૨ રૂપિયાના છ કંપનીના શેર ખરીદ્યા હતા. ત્યારપછી આ વ્યક્તિઓએ ડો. મહેશ્વરીના ડીમેટ એકાઉન્ટમાં માર્જીન પેટે આવેલા શેર નાખ્યા ન હતા અને આર્કેડીયા કંપનીમાં રાખી મૂક્યા હતા. આ માટે સતત ૧૬-૧૭ વર્ષ સુધી ડો. મહેશ્વરી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.
આખરે ડો. કે.એસ. મહેશ્વરીએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નીતિન અમૃતલાલ, એન્ટોની સીકવેટા, પ્રેમ એન્ટોની, યશ રમેશ બ્રહ્મભટ્ટ તેમજ રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે બીએનએસની કલમ ૩૧૬ (પ) તથા પ૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial