Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંદિરની નજીકમાં જ હજારો વર્ષ જૂની ગુફા આવેલી છે
ખંભાળીયા તા. ૨૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર તથા તાલુકામાં અનેક હજારો વર્ષ જૂના ઐતિહાસિક શિવમંદિરો આવેલા છે. જેમાં વડત્રા ગામે દ્વારકા હાઈવેથી ત્રણેક કિ.મી. દૂર પ્રાકૃતિક વાતાવરણમાં તળાવથી ઘેરાયેલું ધીંગેશ્વર મહાદેવનું મંદિર અનોખું છે. જ્યાં શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે.
અત્યંત પ્રાચીન એવું આ સ્વયંભૂ પ્રગટ થયેલા ધીંગેશ્વર મહાદેવનું લીંગ ધીંગુ એટલે કે જાડું મોટું હોવાથી તેનું નામ ધીંગેશ્વર પડયું હતું. શ્રાવણ માસમાં અહીં બટુકભોજન મેળો, સોમવારે પૂજા, યજ્ઞ તથા ભાવિકો દ્વારા શ્રાવણ માસમાં સવા લાખ બિલ્વપત્રો ચડાવાય છે તથા સવાર-સાંજ ભસ્મ આરતી સાથે શિવજીને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવે છે.
મંદિરના પ્રાંગણમાં જ ચેતન ધુણો, ભૈરવનું મંદિર, ઝુંડીયા સ્વામિની જગ્યા તથા અન્નપૂર્ણા માતાજીનું મંદિર પણ આવેલું છે. જ્યાં પણ દર્શને ભાવિકો ઉમટે છે. શ્રાવણ માસમાં અહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાવિકો રૂદ્રી કરવા, થાળ ધરાવવા ઉમટે છે. અગાઉ પૂજારી સ્વ. દયાગરજી બાપુ દ્વારા અહીં પૂજા થતી હતી. અત્યારે મહંત જગદીશગીરી બાપુ નિયમિત વિશેષ શ્રૃંગાર તથા પૂજા કરે છે.
પાંચ હજાર વર્ષ જૂની ગુફા
મંદિરની નજીક જ એક પ્રાચીન ગુફા તથા તેમાં પાંચેક પ્રાચીન શિવલીંગો આવેલા છે, જે ગુફા અગાઉ અહીંથી દ્વારકા જતી હોવાનું કહેવાતુ હતું. આ ગુફા તથા પ્રાચીન શિવલીંગોના દર્શને પણ ભાવિકો ઉમટે છે. શ્રાવણ માસમાં રોજ વિશેષ શ્રૃંગાર દર્શન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial