Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વની ડિજિટલ લાઈફ લાઈન સમાન સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ પર ખતરો

ક્રુડ ઓઈલ- ગેસની તંગી જ નહીં: સોશ્યલ મીડિયા, સંચાર, બેન્કીંગ, એ.આઈ. પણ ઠપ્પ થઈ શકે !

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૨૦: ઈરાનના અસ્તિત્વ નો પ્રશ્ન આવી જાય ત્યારે જો ઈરાન હોર્મુઝના દરિયામાં તળિયે બીછાવેલા સબમરીન ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવે, તો આખી દુનિયાનું ઈન્ટરનેટ ઠપ્પ થઈ જતા ભયાનક ડિજિટલ કટોકટી સર્જાઈ શકે છે. ઈરાન આ પ્રકારનો પ્રયોગ કરશે તો દુનિયાભરના ભારત સહિતના દેશોમાં બેન્કીંગ, સંચાર, પરિવહન, સોશ્યલ મીડિયા, એ.આઈ. સહિતની સેવાઓ ઠપ્પ થતા અંધાધૂંધી સર્જાઈ શકે છે.

મધ્ય પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવે હવે માત્ર તેલ અને ગેસના પુરવઠા પર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડિજિટલ લાઈફલાઈન સમાન 'સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ' પર પણ ખતરો પેદા કર્યો છે. જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા સમુદ્રના પેટાળમાં બિછાવેલા આ કેબલોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ઈન્ટરનેટ ડેટા માટે બે માર્ગો સૌથી મહત્ત્વના છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને દરિયાઈ સુરંગો બિછાવી હોવાનો દાવો કરવામાં આવી રહૃાો છે. હોર્મુઝના સૌથી સાંકડા હિસ્સામાં દરિયો માત્ર ૨૦૦ ફૂટ ઊંડો છે, જે કેબલ્સને નુકસાન પહોંચાડવા માટે સૌથી સરળ રસ્તો છે. લાલ સમુદ્રમાં બાબ-અલ-મંદેબમાં ઈરાન સમર્થિત હૂથી જૂથો સતત જહાજો પર હુમલા કરી રહૃાા છે. આ વિસ્તારની નીચેથી યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતી ૧૭ મુખ્ય કેબલ્સ પસાર થાય છે.

ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આપણો મોટાભાગનો વિદેશી ડેટા ટ્રાફિક આ રૂટ પર નિર્ભર છે. એએઈ-૧, ફાલ્કન, ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ અને ટાટા-ટીજીએન ગલ્ફ જેવી સક્રિય કેબલ્સ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો આ કેબલ્સ કપાય તો ઓનલાઇન પેમેન્ટ યુપીઆઈ, વિદેશી કોલ્સ, ઇમેઇલ અને ક્લાઉડ સર્વિસિસ ધીમી પડી શકે છે અથવા સંપૂર્ણ બંધ થઈ શકે છે.

આપણે જે ઈન્ટરનેટ વાપરીએ છીએ તેનો ૯૭% થી વધુ ડેટા સેટેલાઇટથી નહીં પણ સમુદ્ર નીચે રહેલા આ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલના ડેટા સેન્ટર્સ (યુએઈ અને સાઉદી અરેબિયા) પણ આ જ લાઈનો સાથે જોડાયેલા છે. વીડિયો કોન્ફરન્સિંગથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની તમામ સેવાઓ આ કેબલ્સ પર ટકેલી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો યુદ્ધની આગ સમુદ્રના તળિયે પહોંચશે, તો દુનિયા દાયકાઓ પાછળ ધકેલાઈ શકે છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના આ વધતા તણાવ પર હવે ટેક જગતની પણ નજર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh