Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામનગરના ધરારનગર પછી નાઘેડીમાં કોલેરાના કેસ નોંધાતા નાઘેડીના ચોક્કસ વિસ્તારને લેહેરિયાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે, અને તંત્ર દ્વારા અનુસાંગિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલમાં શહેરી વિસ્તારના આઠ દર્દી દાખલ છે, જેમાંથી બે પોઝિટિવ રિપોર્ટ ધરાવે છે, જ્યારે છ દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જામનગરના ધરારનગર-૧ મા કોલેરાના કેસો નોંધાતા ધરારનગ-૧ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી નાઘેડી વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર દ્વારા નાઘેડીના વિસ્તારને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયો છે. અહીંની નવ માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આ ઉપરાંત અન્ય એક ચાર માસની બાળકી શંકાસ્પદ છે. તેનો રિપોર્ટ હજુ મળ્યો નથી.
નાઘેડીમાં કોલેરાના કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ૧૩ ટીમોને ત્યાં ઉતારવામાં આવી હતી અને આશરે પોણા આઠસો મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો તથા પાણીના નમૂના પણ લેવાયા હતાં, જ્યારે પીવાનું પાણી પૂરૂ પાડતા બે પાણીના ટાંકાની સફાઈ કરવામાં આવી હતી અને જુથ ચર્ચા કરી જનજાગૃતિ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે પોઝિટિવ રિપોર્ટવાળા સહિત કુલ આઠ શહેર વિસ્તારના દર્દી દાખલ છે, જ્યારે નાઘેડી ગ્રામ્ય પંથકના પણ બે દર્દી સારવાર હેઠળ છે. આમ શહેર વિસ્તારમાં રોગચાળો કાબૂમાં આવતો જાય છે તેવો માહોલ જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial