Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેઇમ પ્લેટો હટાવી લેવાઈ - હવે વહીવટદારનું શાસન
જામનગર તા : ૧૩ ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત ગઈકાલે પૂર્ણ થઈ હોવાથી બુધવારે પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વહીવટદારનું શાસન લાગુ પડી ગયું છે, અને રાજ્ય સરકાર તરફથી નિમાયેલા આરતી કંવર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી રહૃાા છે. મહાનગરપાલિકાની મેયરની ચેમ્બર, ડેપ્યુટી મેયરની ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક જૂથ ના નેતા, દંડક અને વીપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બરની બહારથી નેઇમ પ્લેટને દૂર કરી લેવામાં આવી છે, અને હવે એક પણ હોદ્દેદાર પોતાની ચેર પર બેસીને વહીવટ કરી શકશે નહીં.
આ ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા, અને વિરોધ પક્ષના નેતા વગેરે ના કુલ પાંચ સરકારી વાહનો કે જેને ગ્રાઉન્ડ કરી દેવાયા છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.
વહીવટદાર આરતી કંવર દ્વારા જામનગરના મેયર ની ચેમ્બરમાં આગળની કાર્યવાહી ચલાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial