Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મિશ્ર ઋતુઃ લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી

તાપમાનમાં ચઢાવ-ઉતારનો દોર યથાવત્:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. નગરમાં તાપમાનમાં ચઢાવ-ઉતારના દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું છે.

જામનગરના તાપમાનમાં હાલ વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે જે ગઈકાલે પણ યથાવત્ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ર૯ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

નગરમાં તાપમાનમાં ચાલી રહેલા ચઢાવ-ઉતારના દોર વચ્ચે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી સવાર સુધી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૮ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh