Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘના હોદ્દેદારોની વરણી

ચેરમેનપદે ધીરજલાલ કારીયા નિમાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ની વર્ષ-૨૦૨૫થી ૨૦૩૦ ટર્મની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે ધીરજલાલ કારીયા, વા.ચેરમેન મનસુખભાઈ આકોલા, માનદમંત્રી વિજયભાઈ મહેતા, માનદ સહમંત્રી હર્ષિલભાઈ અનડકટ, માનદ ખજાનચી જતીનભાઈ મહેતા, ડાયરેકટરો મિલનભાઈ કોટેચા, નવનીતભાઈ ખંભાયતા, સચીનભાઈ વડગામા, મનસુરભાઈ તાહેરભાઈ, અરવિંદભાઈ મહેતા, હરીશભાઈ નંદા, નલીનકુમાર પાલાની વરણી થયેલ છે. જેમાં ચૂંટણીપંચ તરીકે પી.એન.વિજયન અને જયરામભાઈ ગણાત્રાના નેજા હેઠળ તા. ૧૬-૬-૨૫ના ચૂંટણીના કાર્યક્રમ મુજબ બિનહરીફ ડાયરેકટરો ચૂંટાયા હતા.તે પછી કારોબારી કમિટીની મિટિંગ મળેલ હતી. ધીરજલાલ આર.કારીયા છેલ્લા ૧૮ વર્ષથી જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ને પોતાની નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે. જેમાં તેઓની તરફથી ઉદ્યોગકારોને રોડ રસ્તા, મીઠા પાણી, લાઈટ તેમજ ભૂગર્ભ ગટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સિંહફાળો આપ્યો છે. તેઓની ટીમમાં ડાયરેકટરો તરીકે યુવાવર્ગને પણ પોતે પ્રોત્સાહિત કરવાનો પણ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh