Advertisement
Author: નોબત સમાચાર

ફરજિયાત નિવૃત્તિ એ સજા ગણાય નહીં: ગુજરાત હાઈકોર્ટનો દૂરગામી ચૂકાદો

૧૪ જેટલી ફરિયાદ અને વિજિલન્સ તપાસ ચાલુ હતીઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૦: ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે.

પ૮ વર્ષિય ન્યાયિક અધિકારી કે.એમ. ભૂટની ફરજિયાત નિવૃત્તિ અંગેના નિર્ણયને બહાલ રાખતા ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચૂકાદામાં ઠરાવ્યું હતું કે, ફરજિયાત નિવૃત્તિનો આદેશ એ સજા નથી, જો કે સમગ્ર સેવા રેકોર્ડમાં એક પણ બિનસંચારિત પ્રતિકૂળ ટિપ્પણી અથવા શંકાસ્પદ પ્રામાણિક્તા જાહેરહિતમાં ન્યાયિક અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપવા માટે પૂરતી છે. જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ આરટી. વાચ્છાણીની ખંડપીઠે ગુજરાત હાઈકોર્ટની ભલામણના આધારેે રાજ્ય સરકાર દ્વારા આ ન્યાયિક અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવા અંગેના નિર્ણયને કાયમ રાખ્યો હતો.

હાઈકોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે, ફુલ કોર્ટના તમામ જજીસની સામૂહિક વિવેકબુદ્ધિ કોઈપણ કર્મચારીની સામાન્ય છબિને ધ્યાનમાં રાખીને તેમની વિરૂદ્ધમાં કોઈપણ મૂર્ત સામગ્રી વિના પણ જાહેરહિતમાં ન્યાયિક અધિકારીને ફરજિયાતપણે નિવૃત્ત કરી શકે છે. આવા આદેશની ન્યાયિક સમીક્ષા બહુ મર્યાદિત કારણોસર માન્ય છે.

વર્ષ ર૦૦૪ થી વર્ષ ર૦૦૯ સુધી જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવાઓ આપનાર કે.એમ. ભૂટને તા. ૧૯-પ-ર૦૦૯ ના પ૮ વર્ષ અને છ મહિનાની ઉંમરે તેમને ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતાં, જે નિર્ણયને પડકારતી તેમની રિટ અરજીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો. ન્યાયાધીશ તરફથી દલીલ રજૂ કરાઈ હતી કે, અરજદારને જાહેર હિતના બહાને ગુજરાત રાજય ન્યાયિક સેવા નિયમો-ર૦૦પ ના નિયમ-ર૧(ર) નું પાલન કર્યા વિના જ નિવૃત્ત કરી દેવાયા છે.

હાઈકોર્ટને અરજદાર વિરૂદ્ધ ૧૪ વિજિલન્સ ફરિયાદો અને આઠ જેટલી વહીવટી ફરિયાદો મળી હતી, જેમાંથી ૧૩ દફ્તરે કરવામાં આવી હતી, પરંતુ એક ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદમાં તા. ૧ર-૮-ર૦૦૮ ના પ્રિલીમનરી ઈન્કવાયરીનો હુકમ કરવામાં આવ્યો હતો. ખાસ રચાયેલી સમિતિના ઉપરોક્ત અહેવાલને સ્થાયી સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારપછી આ અહેવાલ કુલ ફુલ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેણે પણ ઉપરોક્ત નિર્ણય સ્વીકારતા હાઈકોર્ટની ભલામણના આધારે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામા દ્વારા અરજદારને ફરજિયાતપણે નિવૃત્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ૧૪ જેટલી ફરિયાદો ફાઈલ કરવામાં આવી હતી, વળી, અરજદારને ફરજિયાત નિવૃત્તિના આદેશ પહેલા તેઓ ભ્રષ્ટાચાર સંબંધિત ર૦૦૮ ની વિજિલન્સ ફરિયાદ હેઠળ પ્રિલીમનરી ઈન્કાવયરીનો સામનો કરી રહ્યા હતાં. હાઈકોર્ટે એડમીનીસ્ટ્રેટીવ કમિટી, સ્થાયી સમિતિ અને ફુલ કોર્ટની ભલામણ અને નિર્ણયમાં દખલ અંદાજી કરવાનો પણ સાફ ઈન્કાર કરી દીધો હતો અને અજદાર ન્યાયાધીશની અરજી ફગાવી દીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh