Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગત મંદિરે શ્રીકૃષ્ણના પરપર મા જન્મોત્સવની દિવ્ય ઉજવણી

જન્માષ્ટમી પર્વ પર લાખો ભક્તો રાજાધિરાજના દરબારમાં આવી ધન્ય થયાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૯: પવિત્ર યાત્રાધમ દ્વારકમાં જન્માષ્ટમી પર્વના પાવન અવસરે હજારો ભાવિકોના ઘોડાપૂરમાં જય મુરલીધર જય દ્વારકાધીશ-જય રણછોડ માખણચોરના ગગનચૂંબી જયઘોષ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના પરપર મા જન્મોત્સવની ભક્તિમય માહોલમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વરસાદી માાહોલમાં રાત્રિના ૧ર ના ટકોરે શ્રી દ્વારકાધીશજીના ત્રૈલોક્ય સુંદર જગત મંદિરમાં જળહળતી રોશની વચ્ચે દ્વારકા નગરી તેમજ બહારથી પધારેલા કૃષ્ણ ભક્તોના માનવ મહેરામણની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.

હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર મનુષ્ય જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન વગર અધુરી છે. એટલે જ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરને કલાત્મક લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવેલ. રાત્રિના ૧ર ના ટકોરે જન્મોત્સવ આરતીમાં રાજકીય અગ્રણીઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિકારીગણ તેમજ દવસ્થાન સમિતિના વહીવટદાર, દ્વારકાધીશજીનો પૂજારી પરિવાર તેમજ હજારો કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ભાવિકો માટે સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરભરમાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક ચા-નાસ્તા-ફળાહારની સુંદર વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ વિવિધ ચેનલો દ્વારા કરાયું હતું, તેમજ દેશ-વિદેશના ભાવિકોને જન્મોત્સવનો લહાવો મળી રહે તે હેતુ જગતમંદિરની ઓફિશિયલ વેબસાઈટ તેમજ ઓફિશિયલ સ્પેશ્યલ મીડિયાના વિવિધ પ્લોટફોર્મસ પરથી લાઈવ ટેલિકાસ્ટ કરાયું હતું, જેનો લાભ કરોડો ભાવિકોએ વિવિધ ઓનલાઈન માધ્યમથી હોંશે હોંશે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જન્માષ્ટમીના દ્વારકાધીશના શ્રાવણી નોમના પારણા નોમના બાલસ્વરૂપને ઝુલામાં ઝુલાવવામાં આવ્યા હતાં. પછી ભગવાન દ્વારકાધીશને છપ્પનભોગ અન્નકૂટ મનોરથ દર્શન પણ યોજવામાં આવ્યો હતો. જેના દર્શન મનોરથનો પણ હજારો ભાવિકોએ લાભ લીધો હતો.

દ્વારકામાં છેલ્લા આઠ વર્ષથી આહિર સમજ આયોજીત કાન્હા વિચાર મંચના નેજા હેઠળ જન્માષ્ટમીના દિને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સાંજે ચાર વાગ્યે દ્વારકા-ચરકલા હાઈવે માર્ગ પર આવેલ આહિર સમાજ ભવનના પરિસરથી વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા જય મુલીધરના જયઘોષ સાથે નીકળી હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના આહિર સમાજના ભાઈઓ તથા બહેનો ભાતિગળ વેષભૂષા પરિધાનમાં શોભાયાત્રમાં જોવા મળ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આહિર સમાજના આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતાં. આહિર સમાજની પરંપરાગત રાસમંડળીમાં ભાતિગળ રાસની ઝલક જોવા મળી હતી. આ શોભાયાત્રામાં આહિર સમાજથી પ્રારંભ થઈ ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ અને ભદ્રકાલી ચોકના માર્ગથી પહોંચી હતી. જ્યાં સુવર્ણ રથમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપને દ્વારકાના અગ્રણીઓએ ભગવાન દ્વારકાધીશજીનો પ્રસાદરૂપે ફૂલમાળા અર્પણ કરી યાત્રાધામમાં જોડાયેલ ભાવિક કૃષ્ણભક્તોનું સ્વાગત-સન્માન કર્યું હતું.

સઘન સુરક્ષા બંદોબસ્ત

સાતમ, આઠમ અને નોમ ત્રણ દિવસી અર્થાત્ સમગ્ર જન્માષ્ટમી પર્વ પર દ્વારકાના જગતમંદિરે સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધ, પાર્કિંગ વગેરેને લઈ જાહેર નામાઓ બહાર પાડી સમગ્ર દ્વારકામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં, જેને પગલે જન્માષ્ટમી પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું અને કોઈ અનિચ્છિનિય ઘટના બની ન હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh