Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂપિયા ચાર લાખની સહાય, ગંગા સ્વરૂપા સહાય, રાહતદરે રાશનની વ્યવસ્થા કરાઈ
ધ્રોલ તા. ૧: ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય સતારભાઈ વાઘેલાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સતારભાઈના અવસાનથી તેમના પત્ની વિનુબેન વાઘેલા અને દસ વર્ષથી નીચેના તેમના ચાર બાળકો નિરાધાર બન્યા હતા. અતિ સામાન્ય સ્થિતિમાં જીવન નિર્વાહ કરતા પરિવારને આ કપરી ઘડીમાં ધ્રોલ વહીવટીતંત્ર મદદે આવ્યું હતું અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી પરિવારને સહાયરૂપ થયું હતું.
ધ્રોલ પ્રાંત અધિકારી તથા મામલતદારે આ ઘટનામાં સંવેદના દાખવી હતી અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ તેઓએ સ્વ. સતારભાઈ વાઘેલાનું મરણ પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. ત્યાર બાદ, પરિવારને મળવાપાત્ર તમામ યોજનાકીય સહાય મળે તે માટે કાર્યવાહી શરૂ કરી હતી. તંત્રની મદદથી વિનુબેનની ગંગા સ્વરૂપા સહાય શરૂ થઈ હતી અને તેમને રાહત દરે અનાજ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલેથી જ ના અટકતા, વિનુબેનને આર્થિક મદદ મળી રહે તે માટે ધ્રોલ વહીવટીતંત્ર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી કાર્યાલયમાં દરખાસ્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા પણ આ દરખાસ્તની સંવેદના અને જરૂરિયાતને સમજીને તાત્કાલિક સતારભાઈના પરિવાર માટે રૂ. ચાર લાખની સહાય મંજુર કરવામાં આવી હતી. મંજૂર થયેલી આ સહાય ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ધ્રોલ પ્રાંત અધિકારી તથા મામલતદારની ઉપસ્થિતિમાં પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial