Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્લેટફોર્મ પર બ્લોકની કામગીરીના કારણે
રાજકોટ તા. ૧૩: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ દ્વારા કરવામાં આવી રહેલા કામને કારણે પ્લેટફોર્મ નં. ૮ પર બ્લોક લેવામાં આવ્યો છે. આ કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ જંકશન સ્ટેશન પરનો સ્ટોપ અસ્થાયી રૂપે રદ્ કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન ૧૯ સપ્ટેમ્બર ર૦રપ સુધી અમદાવાદને બદલે સબારમતી જંક્શન સ્ટેશન પર ઊભી રહેશે.
અગાઉ આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપ પ જુલાઈ ર૦રપ થી ૧ર સપ્ટેમ્બર ર૦રપ સુધી રદ્ કરવામાં આવ્યો હતો. આ સમયગાળો હવે વધારીને ૧૯ સપ્ટેમ્બર ર૦રપ સુધી લંબાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial