Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકાના પિંડારામાં આવતીકાલે પરંપરાગત સાંસ્કૃતિક મેળાનું આયોજન

યુવાનો વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશેઃ

ખંભાળિયા તા. રરઃ સૌરાષ્ટ્રના હાલાર પંથક એટલે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારાડી અને ઓખામંડળ વિસ્તારમાં હાલમાં પણ પરંપરાગત સાંસ્કૃતિક મેળાઓ યોજાય છે, જેમાં યુવાનો પોતાની શક્તિ પ્રદર્શન માટે અલગ-અલગ પ્રકારની રમતો જેવી કે મલ્લકુસ્તી, ઘોડા દોડ (હોર્સ રાઈડીંગ), બથ કબડ્ડી, બળદ ગાડા દોડ, ઊંટ દોડ, નાળિયેર ફેંક વિગેરે જેવી રમતોમાં કૌશલ્યનું પ્રદર્શન કરે છે.

રાજ્ય સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે પીંડારામાં યોજાતા મલ્લકુસ્તી મેળામાં સરકારશ્રી દ્વારા વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને અન્ય ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે. સાથે સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજના લાભ આપવા માટેની પ્રક્રિયા પ્રથમ વખત હાથ ધરવામાં આવનાર છે. સરકાશ્રીનો પ્રયત્ન છે કે, છેવાડાના ગામ સુધી યુવાનો અને ખેલાડીઓમાં રહેલ શક્તિને યોગ્ય સ્થાન મળે અને ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરવામાં યોગદાન આપી શકે, જેથી આ મેળામાં મલ્લકુસ્તીમાં ઈચ્છુક તમામ લોકોને પધારવા જાહેર નિમંત્રણ છે, તેમ જિલ્લા રમતગમત અધિકારી, દેવભૂમિ દ્વારકાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh