Advertisement
Author: નોબત સમાચાર

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાએે ભારતીય શેરબજારમાં તેજી યથાવત્ !!

તા. ૧૭-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

કૃષિ - ડેરી ઉત્પાદનોને લઈને ભારત - અમેરિકા વચ્ચેની ડીલમાં અડચણ આવી હતી અને ત્યારબાદ, રશિયન ક્રૂડને મુદ્દો બનાવી અમેરિકાએ ભારત પર વધારાનો ૨૫% ટેરિફ હુમલાને કારણે બંને દેશો વચ્ચેની ટ્રેડ ડીલ અટકી પડી હતી. પરંતુ ફરી એકવાર તેના પર વાટાઘાટો આગળ વધી રહી છે.

અમેરિકા દ્વારા ભારત પર ૫૦% ટેરિફ લાદ્યા બાદ બંને દેશ ગઈકાલેના રોજ પ્રથમ વખત વેપાર મંત્રણા કરવા સહેમત થતા આ સકારાત્મક પગલાંના કારણે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. અગાઉ, ભારત અને અમેરિકા વચ્ચે પાંચ રાઉન્ડમાં ટ્રેડ ડીલ મીટિંગ યોજાઈ હતી. જો કે, ટ્રમ્પના ટેરિફ હુમલા બાદ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો રદ કરવામાં આવી હતી.

ભારત - અમેરિકા ટ્રેડ ડીલ વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડશે તેવી અપેક્ષાઓએ પણ ભારતીય શેરબજારમાં તેજી યથાવત્ રહી હતી. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૩% અને નેસ્ડેક ૦.૦૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૭ અને વધનારની સંખ્યા ૨૪૦૯ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર યુટિલિટીઝ અને મેટલ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૯,૯૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૯,૯૫૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૯,૭૬૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૫૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૯,૮૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૭,૪૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૭,૫૯૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૨૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૩૫૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૭,૪૬૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

વોલ્ટાસ લિ. (૧૪૧૦) : હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ટાટા કેમિકલ્સ (૧૦૦૮) : એ /ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

અદાણી એનર્જી સોલ્યુશન્સ (૮૩૫) : રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૯૭ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૭) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૮ થી રૂ.૪૨૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં પોઝિટિવ રૂખ જોવા મળી શકે છે, કારણ કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરી શકે છે. વ્યાજદર ઘટવાથી હોમ લોન અને ઓટો લોન સસ્તા થશે, જે મિડલ ક્લાસની ખરીદી ક્ષમતા વધારશે અને રિયલ એસ્ટેટ, ઓટો અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરને સીધો લાભ પહોંચાડશે. મોંઘવારી ઉપરોક્ત અપેક્ષાઓ કરતા નીચી રહેવાની સંભાવના રોકાણકારોનું વિશ્વાસ મજબૂત બનાવશે. સપ્ટેમ્બરમાં સીપીઆઈ ૧ થી ૧.૫%ના દરમીયાન રહેવાનો અંદાજ છે, જેના કારણે વ્યાજદર કાપની વધુ શક્યતા બજારમાં તેજી લાવી શકે છે. ક્રૂડના ભાવ ઘટાડા અને ચીનથી સસ્તી આયાતના કારણે ઉત્પાદન ખર્ચ ઘટી શકે છે, જે મેન્ યુફેક્ચરિંગ અને મેટલ્સ સેક્ટરને ટેકો આપશે.

જીએસટી દરોમાં ઘટાડો પણ વપરાશમાં વધારો લાવશે, ખાસ કરીને પર્સનલ કેર અને ફૂડ પ્રોડક્ટ્સ પર અસરકારક, જે એફએમસીજી અને રિટેલ સેક્ટર માટે પોઝિટિવ સિગ્નલ છે. વરસાદ સારો રહેતા ગ્રામીણ માગમાં પણ વધારો થશે. બીજી તરફ, સરકારી મૂડીગત ખર્ચમાં આગામી ત્રિમાસિકોમાં મંદીનો સંકેત છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટર પર થોડી અસ્થિરતા લાવી શકે છે. કુલ મળીને, ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનો રૂખ તેજી તરફ રહેશે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળશે, જ્યારે ઈન્ફ્રા અને કેપિટલ ગુડ્સમાં સ્થિરતા સાથે નીચા દબાણની સંભાવના છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh