Advertisement
Author: નોબત સમાચાર

ક્રિકેટ ટુર્નામેન્ટ યોજનાર આયોજકને વીજ ચોરીના આક્ષેપમાં રૂ।.૧ કરોડ ૧૬ લાખનો દંડ

પોણા ત્રણ વર્ષ પહેલાં કરાઈ હતી ચેકીંગ કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પોણા ત્રણ વર્ષ પહેલાં ચાલી રહેલી એક ક્રિકેટ ટુર્નામેન્ટના સ્થળે આકસ્મિત વીજ ચેકીંગ કરાતા ત્યાં વીજજોડાણ મેળવાયું ન હોવા છતાં ડાયરેક્ટ વીજળી મેળવી વપરાતી હોવાનું ખૂલ્યું હતું. ટુર્નામેન્ટના આયોજક સામે રૂ।.૩૮ લાખ ૭ર હજારની વીજચોરી અંગે કેસ કરાયો હતો. અદાલતે તેનો ત્રણ ગણો દંડ એટલે કે રૂ।.૧ કરોડ ૧૬ લાખ ભરપાઈ કરવા અથવા એક વર્ષની કેદ ભોગવવા આયોજકને આદેશ કર્યાે છે.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલી વિન્ડ મીલ પાછળના મેદાનમાં વર્ષ ૨૦૨૩ના એપ્રિલ મહિનામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સ્થળે ગઈ તા.૧૩-૪-૨૦૨૩ના દિવસે જામનગર પીજીવી સીએલ વર્તુળ કચેરીના પટેલ કોલોની સબ ડિવિઝન કચેરીના સ્ટાફે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.

આ સ્થળે વીજજોડાણ મેળવવામાં આવ્યું ન હોવા છતાં અનઅધિકૃત રીતે વીજળી મેળવી તેનો ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ઉપયોગ કરાતો હોવાનંુ જણાઈ આવતા આ ટુર્નામેન્ટ રમાડતા સુલેમાન ઈબ્રાહીમ દલ સામે વીજચોરી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરના ફોટોગ્રાફ લેવા ઉપરાંત ચેકીંગ શીટ, રોજકામ કરાયું હતું અને નાયબ ઈજનેરે જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં સુલેમાન ઉમર દલ સામે રૂ।.૩૮,૭૨,૨૫૨ની વીજચોરી અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની ખાસ વીજ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે આઠ સાક્ષી અને ૧૭ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી સુલેમાન ઉમર દલને વીજચોરીથી ત્રણ ગણો દંડ એટલે કે રૂ।.૧ કરોડ ૧૬ લાખ દંડ પેટે ભરી આપવા અને આ રકમ ૩૦ દિવસમાં જમા કરાવવામાં ન આવે તો એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યાે છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh