Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં કાર્યક્રમઃ પીએમનું વર્ચ્યુલ ઉદ્બોધનઃ ખેડૂતલક્ષી માર્ગદર્શન અપાયુ
ખંભાળિયા તા.૨૨: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૨૦મા હપ્તાના રૂ. ૧૩ કરોડ દ્વારકા જિલ્લાના લાભાર્થીના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવાયા હતા. વડાપ્રધાનનું વર્ચ્યુલ ઉદ્બોધન પણ મંત્રી, મહાનુભાવો તથા ખેડૂતોએ સાંભળ્યુ હતું.
પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૨૦માં હપ્તો વારાણસીથી ડીબીટી માધ્યમથી લાભાર્થીઓને ચૂકવવામાં આવ્યો હતો. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એપીએમસી ખંભાળિયામાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધરતીપુત્રોની સતત ચિંતા કરી છે. દેશના ખેડૂતોની આવક બમણી થાય તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી હતી. વડાપ્રધાનના કંડારેલા જનકલ્યાણના પથ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવી રહી છે.
વધુમાં મૂળુભાઈ બેરાએ કહૃાું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે. ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા માટે નર્મદા યોજનાનો વિકાસ, કેચ ધ રેઇન અભિયાન દ્વારા વરસાદી જળસંગ્રહ, સુજલામ સુફલામ યોજના દ્વારા ગામના તળાવો ઊંડા કરવા વગેરે જેવા જનકલ્યાણ કાર્યો કરવામાં આવી રહૃાાં છે. જો વાત કરીએ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની તો વર્ષ ૨૦૨૪- ૨૫માં ૭૦ હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓને ૪૫.૬૭ કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. જ્યારે પી.એમ. કિસાન સન્માન યોજનાના ૨૦માં હપ્તારૂપે જિલ્લાના ૬૨ હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૧૩ કરોડની રકમ સીધી જ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવાઈ છે. ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષણ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવામાં આવી રહૃાા છે. ઉપરાંત આજના સમયની માંગ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમ દરમિયાન સહિતના મહાનુભાવોના હસ્તે ખેતીવાડી શાખાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પૂર્વ મંજૂરી હુકમો વિતરિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પ્રિસિઝન ફાર્મિંગ, ખેડૂતલક્ષી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મહાનુભાવોએ વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરક ઉદબોધન નિહાળ્યું હતું. ઉપરાંત ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમના મુખ્યમંત્રીનું ઉદબોધન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
પી.એમ.કિસાન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો માટે ખેતીવાડી શાખા (જિલ્લા પંચાયત), આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગ,પશુપાલન વિભાગ, ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ, જીજીઆરસી, ફાર્મર રજીસ્ટ્રી, આધારકાર્ડ ઈ-કેવાયસી, આઈએફ એફસીઓ, જીએનએફસી વગેરેના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં.
પી.એમ.કિસાન ઉત્સવ કાર્યક્રમ નિમિતે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ નકુમ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી સર્વે મયુરભાઇ ગઢવી, એભાભાઇ કરમુર, પ્રતાપભાઈ પિંડારિયા, જગાભાઈ ચાવડા સહિત પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહૃાાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial