Advertisement
Author: નોબત સમાચાર

વિરાટ હિન્દુ સંમેલન સાથે મહા આરતી

જામનગરની જયંત સોસાયટી સ્થિત રામમંદિરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રીરામ મંદિરમાં તા. ૨૮ના સાંજે ૫  વાગ્યે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે. આ વિરાટ સંમેલનમાં તેમજ હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા પ્રત્યેક સનાતનિઓને અનુરોધ કરવામાં આવ્યો છે. સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક સ્વરૂપે યોજાયેલા આ વિરાટ હિન્દુ સંમેલન, હનુમાન ચાલીસાના પાઠ પ્રસંગે ઉપરોક્ત વિસ્તારના સર્વે સ્વજનો, માતાઓ, બંધુ-ભગિનિઓ આ રાષ્ટ્રકાર્યમાં પોતાની રૂચિ અને ક્ષમતા અનુસાર સક્રિય ભૂમિકા નિભાવી ભારતમાતાના આ જગન્નાથરૂપી રથને ખેંચવા અને હિન્દુ રાષ્ટ્રને પરમ વૈભવ પર પહોંચાડવા, તેમજ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ચેતના માટે આહવાન કરાયું છે.

રામમંદિરે યોજાયેલા આ વિરાટ સંમેલન ધર્મજાગરણ મંચના સહસંયોજક વ્રજલાલભાઈ પાઠક ઉપસ્થિત રહી પોતાનું વક્તવ્ય આપશે. સમગ્ર વિરાટ હિન્દુ સંમેલન માટે સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ વગેરે જહેમત લઈ રહ્યા છે. આ વિરાટ હિન્દુ સંમેલનમાં અને મહાઆરતીમાં જોડાનારા સર્વે ધર્મપ્રેમીઓએ મહાઆરતી માટેનો દીપ પોતાના ઘરેથી સાથે લાવવા માટે પણ જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh