Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાન જયંતી નિમિત્તે બીજી એપ્રિલે બટુક ભોજનઃ
જોડિયાધામની રામવાડીમાં હનુમાન જયંતી નિમિત્તે પંચકૂંડી સુંદરકાંડનો હોમાત્મક યજ્ઞ-બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.
જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કૂટિર રામવાડીમાં આગામી તા. ર-૪-ર૦ર૬ ને ગુરૂવારના રામવાડીમાં બિરાજમાન શ્રી જ્યોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા પંચકૂંડી હોમાત્મક યજ્ઞ રાખેલ છે, જે યજ્ઞમાં સૌ સાધક ભાવિક ભક્તજનો બેસી શ્રદ્ધાપૂર્વક પ્રત્યેક ચોપાઈ દ્વારા આહૂતિ આપશે, જે યજ્ઞનો પ્રારંભ સવારે ૯ કલાકે થશે અને બપોરે ૧ર કલાકે પૂરો થશે. ત્યારપછી બપોરે ૧ર કલાકે શ્રી જ્યોતી સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની મહાઆરતી ઢોલ-નગારા અને ઝાલરો સાથે કરવામાં આવશે, તેમજ સવારે ૮ થી ૧ર દરમિયાન સૌ બાળકોેનું બટુક ભોજન રાખેલ છે. દરેક સ્કૂલમાંથી બાળકો બસમાં આવશે. જોડિયા રામવાડીમાં શ્રી હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક પ્રાત સ્મરણીય ૧૦૦૮ સદ્ગુરુદેવ શ્રી ભોલેબાબાજીની પાવન સાનિધ્યમાં થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial